સરદાર પટેલની 150મી જન્મજયંતિ, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી
October 2025 1 views 01 min 52 sec31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર 'રાષ્ટ્રીય એકતા પરેડ' યોજાશે, જેમાં BSF, CRPE, CISF સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ 16 માર્ચિંગ ટુકડીઓ પોતાના શૌર્યનું પ્રદર્શન કરશે. આ વિરાટ આયોજન દેશની એકતા, અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેશે. એકતા નગરમાં ઉજવાઈ રહેલો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે દેશની અજોડ એકતા, વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



