મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા
December 2025 4 views 01 min 00 secગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત વીજ નિયમન પંચના નવ નિયુક્ત સભ્ય હિરેન શાહે પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ શપથ વિધિમાં ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન અને ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને પંકજ જોષીને GERCના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



