મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને રુ. 1,000 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ
December 2025 2 views 01 min 29 secબનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી હતી. મુખ્યમંત્રી એ બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ પંદરથી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુર્હુત સાથે વાવ–થરાદ–બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ રામલીલા મેદાનથી "સશક્ત નારી મેળા"નો પ્રારંભ કર્યો હતો અને સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. આજથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનશ્રીના "સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન"ના અભિયાનને વધુ ગતિ આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



