બાજવા-અમદાવાદ રૂટ પર 'કવચ 4.0' સિસ્ટમ સક્રિય, ટ્રેનમાં આપોઆપ લાગશે બ્રેક
December 2025 1 views 02 min 53 secહવે ખતરો દેખાશે તો આપોઆપ ટ્રેનને લાગશે બ્રેક, લાલ સિગ્નલ ઓળંગતા જ ટ્રેનમાં આપોઆપ લાગી જશે બ્રેક, આ સાથે ખરાબ વાતાવરણ, ધુમ્મસમાં પણ હવે સુરક્ષિત રીતે દોડશે ટ્રેનો... જી હા.. હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે. પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર વડોદરા ડિવિઝનના બાજવાથી અમદાવાદ વચ્ચેના 96 કિલોમીટરના સેક્શન પર દેશની અત્યાધુનિક 'કવચ 4.0' સુરક્ષા પ્રણાલી સક્રિય કરવામાં આવી છે.'કવચ 4.0' એ ભારતમાં જ વિકસાવવામાં આવેલી 'ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન' સિસ્ટમ છે, જે ટ્રેનોની સામસામે થતી ટક્કર રોકશે. એક જ લાઈન ઉપર એકબીજા તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગુ કરશે. આ સાથે ઓપરેટર અથવા તો લોકો પાયલોટને ટ્રેનનો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ આપશે. પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ છે. 96 કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહીવત થશે. જો લોકો પાયલટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની ના છૂટકે નોબત આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવશે અને જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેવી સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડી દેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



