ગાંધીનગરના અડાલજમાં બાયોગેસથી તૈયાર થાય છે 500 લોકોની રસોઈ, જુઓ Video
March 2026 1 views 02 min 15 secગાંધીનગર પાસે આવેલા અડાલજમાં આવેલી માણેકબા વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ ૫૦૦થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે. હાલ વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે ત્યારે માણેકબા વિનય વિહારની જેમ અનેક સંસ્થાઓ ઈન્સ્ટિટ્યૂશન બાયોગેસ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસીડી પેટે 75 ટકા રકમ આપે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે. જેમાંથી દૈનિક 13, 955 ઘનમીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસીડી પેટે 75 ટકા રકમ આપે છે.આગામી વર્ષે ગુજરાતમાં વધુ 60 પ્લાન્ટ સ્થાપવા માટેનું આયોજન છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



