જામનગર: વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ, 9 કંપનીઓ દ્વારા રૂ.5,716 કરોડના MoU
December 2025 6 views 02 min 06 secજામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ 9 કંપનીઓ વચ્ચે રૂ. 5,716 કરોડની રકમના એમ.ઓ.યુ. એક્ષચેન્જ કરવામાં આવ્યા હતા. જેના થકી અંદાજે 2,100 જેટલા લોકોને રોજગારી મળશે. આ સાથે મંત્રીશ્રીના હસ્તે શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાની સહાયના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



