ADVERTISEMENT

ADVERTISEMENT

‘શા માટે ઉચ્ચ બનવાનો દેખાવ?’: કેનેડામાં ફરી એક વંશીય હુમલાની ઘટના

કેનેડામાં વધતા જાતિવાદ અંગે પ્રવાસી સમુદાયમાં ચિંતા વધી છે, આ વીડિયોને કારણે ઉભી થયેલી ચર્ચાએ વધુ તીવ્રતા પકડી છે.

ભારતીય મૂળના વ્યક્તિ પર હુમલો / Caryma Sa'd - Lawyer + Political Satirist via X

કેનેડામાં ફરી એકવાર પ્રવાસીઓ વિરુદ્ધ જાતિવાદ અને વિદેશીદ્વેષનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક હૃદયવિદારક વીડિયો વાયરલ થયો છે, જેમાં ભારતીય મૂળના એક બ્રાઉન વ્યક્તિ પર નશામાં ધુત્ત વ્હાઇટ વ્યક્તિએ હિંસક હુમલો કર્યો હતો.

૧ નવેમ્બરના રોજ બનેલી આ ઘટના મૅકડોનાલ્ડના એક આઉટલેટમાં બની હોવાનું કહેવાય છે. કાઉન્ટર પાસે કતારમાં ઊભેલો આરોપી પુરુષ અચાનક પીડિત તરફ ગયો અને તેને ધક્કો માર્યો, જેનાથી પીડિતનો ફોન દૂર ઊડી ગયો.

પીડિતે શાંતિથી ફોન ઉપાડવાનો પ્રયાસ કરતાં આરોપીએ તેનો કોલર પકડી લીધો અને તેને દિવાલ સાથે અથડાવી દીધો, સાથે જ ચીસ પાડી કે તું “ઘમંડ બતાવે છે”.



પીડિતે બારંબાર વિનંતી કરી કે “મને છોડી દે”, અને કેમેરામાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે તેની યાદ અપાવી, પરંતુ આરોપીએ (જે ટોરોન્ટો બ્લુ જેઝની જેકેટ પહેરી હતી) કંઈ સાંભળ્યું નહીં.

આખરે મૅકડોનાલ્ડના કર્મચારીએ દખલ કરી, આરોપીને છોડવા જણાવ્યું અને તેને બહાર કાઢ્યો. બહાર કાઢતી વખતે પણ આરોપી પીડિતને “ઘમંડી” કહેતો રહ્યો.

આ ઘટનાએ કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને ભયનું વાતાવરણ સર્જ્યું છે.

Comments

Related