ADVERTISEMENT

ADVERTISEMENT

દક્ષિણ ગુજરાત ના આદિવાસીઓ ચોમાસા માં વરસાદ થી બચવા આજે પણ છત્રી ના સ્થાને ઘોઘડું નો ઉપયોગ કરે છે.

ચોમાસાની ઋતુ ની શરૂઆત થવા જઈ રહી છે.અને ચોમાસા દરમિયાન લોકો મોટાભાગે વરસાદ થી બચવા છત્રી અથવા રેઇનકોટ નો ઉપયોગ કરે છે.પરંતુ દક્ષિણ ગુજરાત માં આદિવાસી સમાજ ના લોકો આજે પણ ઘોઘડું નો ઉપયોગ કરે છે

ચોમાસાની ઋતુમાં વાંસ અને કેસૂડા પાનનું સિવણ કરીને આ ઘોંઘડું બનાવવામાં આવે છે / forest dep

ચોમાસાની ઋતુ ની શરૂઆત થવા જઈ રહી છે.અને ચોમાસા દરમિયાન લોકો મોટાભાગે વરસાદ થી બચવા છત્રી અથવા રેઇનકોટ નો ઉપયોગ કરે છે.પરંતુ દક્ષિણ ગુજરાત માં આદિવાસી સમાજ ના લોકો આજે પણ છત્રી ની જગ્યા એ દેશી વાંસ માંથી બનાવેલ છત્રી એટલે કે ઘોઘડું નો ઉપયોગ કરે છે.અને ઘોઘડું પહેરીને જ આ આદિવાસી લોકો ખેતીકામ સહિત ના કામો કરે છે.
 

 ચોમાસા દરમિયાન શહેર માં લોકો છત્રીનો ઉપયોગ કરતા હોય છે.આ છત્રી ગોળ આકારની અને લોખંડના તારમાંથી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આની કિંમત પણ 200 થી લઈને 300 રૂપિયા સુધીની હોય છે.જોકે દક્ષિણ ગુજરાત ના ગામડાઓમાં આ પ્રકારની છત્રી આજે પણ ખૂબ જ ઓછી જોવા મળે છે.કેમકે આદિવાસીઓ દ્વારા ચોમાસાની ઋતુમાં વાંસ અને કેસૂડા પાનનું સિવણ કરીને આ ઘોંઘડું બનાવવામાં આવે છે.જેનો આકાર લંબબચોરસ હોય છે.આ ઘોંઘડુ તૈયાર થયા પછી ઓછામાં ઓછા ત્રણ-ચાર વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

 

કોટવાડિયા સમાજ ના ચીમનભાઈ વસાવા એ કહ્યું કેઅમારે ત્યાં ચોમાસું શરૂ થતા જ લોકો ઘોંઘડુ પહેરીને કામે લાગી જાય છે.મસમોટા વરસાદના ઝાપટામાં પણ અમે ભીંજાતા નથી અને ઠંડી પણ લાગતી નથી.માથામાં પહેરી તમે ગમે તે કામ કરી શકો છો.બેસી શકો અને છુટા હાથને ગમે તે કામ લગાડી શકો.ઘોંઘડુ એક વખત બનાવ્યા બાદ ત્રણ-ચાર વર્ષ સુધી જોવું પડતું નથી.વાંસને કાપ્યા બાદ તેમાંથી નાની પાતળી ચિપ બનાવીને આજુબાજુ લાકડાંના ટુકડા જમીનમાં દાટી દીધા બાદ વચ્ચેના ભાગમાં જાડી વાંસની ચિપ મૂકી આ રીતનું ઘોંઘડું બનાવવામાં આવે છે.ઘોંઘડું બની ગયા બાદ કેસુડાના પાંદડાથી તેને સિવવામાં આવે છે. તેના ઉપર જંગલ માંથી વેલાઓ લાવી પાણીમાં પલાળીને મજબૂત બાંધી દેવામાં આવે છે.તથા દોરી વડે પણ બાંધવામાં આવે છે. આ ઘોઘડું તૈયાર થયા પછી ઓછામાં ઓછા ત્રણ-ચાર વર્ષ સુધી એને ઉપયોગમાં લઇ શકાય છે.આજે આટલા વર્ષો પછી પણ અમારા આદિવાસી સમાજ ના લોકોએ ઘોઘડું પહેરવાની અને બનાવવા ની કળા ને સાચવી રાખી છે.

ચોમાસું શરૂ થતા જ લોકો ઘોંઘડુ પહેરીને કામે લાગી જાય છે / forest dep.
ઘોઘડું પહેરીને જ આ આદિવાસી લોકો ખેતીકામ સહિત ના કામો કરે છે. / forest dep.

Comments

Related