ADVERTISEMENT

ADVERTISEMENT

પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલ શૈલેષની અંતિમયાત્રા નીકળી

અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા.

શૈલેષની અંતિમયાત્રા નીકળી / Courtesy Photo

જમ્મુ અને કાશ્મીરના  પહલગામમાં મ22મી એપ્રિલ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથીયા પણ મૃત્યુ પામ્યા હતા.જેમની   અંતિમ યાત્રા સવારે નીકળી. શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મૃતક શૈલેશભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, 'કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, સરકાર-સિક્યોરિટી શું કરતી હતી.'

આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ દેહ બુધવારે રાતે ફ્લાઈટ મારફતે સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.  હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ.



આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા. જ્યાં શૈલેષભાઈ ની પત્નીએ સરકાર અને કાશ્મીરમાં સુરક્ષા ને લઈને પોતાનો બળાપો કાઢ્યો હતો.શીતલ બેન એ કહ્યું કે આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ.'

બીજી તરફ આતંકવાદમાં પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકે કહ્યું કે 'ત્રણ વખત કલમા અને મુસલમાન બોલી હિન્દુઓને ગોળી મારી દીધી હતી'. આ ઉપરાંત જે આતંકવાદીને જોયો છે તેમાંથી એકની દાઢી મોટી હતી અને ટોપી પહેરી હતી તેમાં કેમેરો પણ હતો.

Comments

Related