ADVERTISEMENT

ADVERTISEMENT

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’નું ટીઝર રીલીઝ

‘સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે’ વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રીલીઝ થતાં સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઇ રહી છે.

'Kasumbo' Teaser / Google

ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રીલીઝ થતાં સોશ્યલ મીડિયા પર ચર્ચા

‘સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે’ વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રીલીઝ થતાં સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઇ રહી છે. ‘કસુંબો’ ફિલ્મ આગામી તા.16મી ફેબ્રુઆરીના રીલીઝ થનાર છે. દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેના પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખુબ પસંદ પડી રહ્યાં છે. શત્રુંજ્ય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ ‘કસુંબો’નું ટીઝર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

1 મીનીટ 27 સેકન્ડનું આ ટીઝર ફિલ્મની વાર્તા પર આછો પ્રકાશ પાડે છે. શરૂઆતમાં પોતાની સેના લઇને યુધ્ધ લડવા આવેલો અલાઉદ્દીન ખિલજી જોવા મળે છે. 
દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેના પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ખુબ પસંદ પડી રહ્યા છે. સોશ્યલ મીડીયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે.
ફિલ્મમાં રોનક કામદાર, જય ભટ્ટ, શ્રધ્ધા ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી સહિતના કલાકારો જોવા મળે છે. ‘કસુંબો’ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવા છે. જેઓ અગાઉ ‘21મું ટિફિન’ અને મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં

અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમકતા બાદ ગુજરાતમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી. ત્યારે પાલીતાણાના મહાતીર્થ શત્રુંજ્યના રક્ષણની જવાબદારી બારોટોના શિરે આવી પડી હતી. ત્યારબાદ તેમણે કઇ રીતે વિરતાપૂર્વક આક્રાંતાઓનો સામનો કર્યો હતો, તેની આ કથા છે. ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરીબાવાનું કહેવું છે કે તેમણે શૂરવીરોને આ ફિલ્મ દ્વારા શોર્યાજંલી આપી છે.

ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરીના કહેવા અનુસાર ફિલ્મમાં 100થી વધુ કલાકારોએ કામ કર્યું છે અને તેનો સેટ બનાવવા માટે ખાસ મુંબઇથી ટીમ બોલાવવામાં આવી હતી.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video