ADVERTISEMENTs

સ્વચ્છતા બાદ પાણી શુદ્ધીકરણમાં પણ સુરત બન્યું નંબર 1. જલશક્તિ મંત્રાલય દ્વારા પ્રથમ ક્રમનો પુરસ્કાર.

રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે મેયર, મ્યુ.કમિશનરને પુરસ્કાર અર્પણ

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે મેયર, મ્યુ.કમિશનર અન્ય પદાધિકારીઓ / માહિતી વિભાગ, ગુજરાત.

સુરત મહાનગરપાલિકાને જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા(બેસ્ટ અર્બન લોકલ બોડી) તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલને આજરોજ શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત મનપાએ સુએઝ ટ્રીટમેન્ટથી વોટર રિસાયકલીંગ અને અને રિયુઝ, જળ સંરક્ષણ, વોટર મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

આ સિદ્ધિ બદલ મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે સુરતવાસીઓ, મનપા અધિકારી-કર્મચારીઓ, રાજ્ય સરકાર અને મનપાની ચૂંટાયેલી પાંખનો આભાર વ્યક્ત કરી શહેરને જળશુદ્ધિકરણ, જળવ્યવસ્થાપનમાં સહયોગ આપવા બદલ શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Comments

Related