પ્રતિનિધિ જેફરસન વાન ડ્રૂ અને ટ્રકની પ્રતીકાત્મક તસ્વીર / Wikimedia commons and Pexels
રિપબ્લિકન સાંસદ જેફર્સન વાન ડ્ર્યુએ ગેરકાયદેસર સ્થળાંતરિતોને રાજ્યો દ્વારા કોમર્શિયલ ડ્રાઇવર્સ લાઇસન્સ (સીડીએલ) આપવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે ‘નો કોમર્શિયલ ડ્રાઇવર્સ લાઇસન્સ ફોર ઇલીગલ્સ એક્ટ’ નામનો બિલ રજૂ કર્યો છે.
આ બિલ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય મૂળના કેટલાક ટ્રક ડ્રાઇવરોના કારણે થયેલા ઘાતક અકસ્માતોને લીધે આ મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં ડીસી સર્કિટની યુએસ કોર્ટ ઓફ અપીલ્સે ટ્રાન્સપોર્ટ વિભાગના નિયમ પર તાત્કાલિક સ્ટે આપ્યો છે, જેના કારણે રાજ્યોને નોન-ડોમિસાઇલ્ડ સીડીએલ જારી કરવાની સત્તા છીનવી લેવામાં આવી હતી.
ફ્લોરિડાના ટર્નપાઇક પર 28 વર્ષીય ગેરકાયદેસર સ્થળાંતરિત ટ્રક ડ્રાઇવર હરજિંદર સિંહે અકસ્માત સર્જી ત્રણ લોકોના મોત નોંધાયા હતા. સિંહ 2018માં ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો અને પછી કેલિફોર્નિયામાં કોમર્શિયલ લાઇસન્સ મેળવ્યું હતું.
બીજા એક કિસ્સામાં જશનપ્રીત સિંહ નામના ડ્રાઇવરે 18-ચક્કા ટ્રકને અનેક વાહનોમાં ઘુસાડી દીધું હતું, જેના કારણે આઠ વાહનોનો અકસ્માત થયો અને ત્રણ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ચાર ઘાયલ થયા હતા.
સાંસદ ડ્ર્યુએ આ બંને ભારતીય મૂળના ડ્રાઇવરોના અકસ્માતોનો ઉલ્લેખ કરીને બિલ રજૂ કરવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, “સેન્ક્ચ્યુરી રાજ્યો ગેરકાયદેસર સ્થળાંતરિતોને સીડીએલ આપીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.”
“80,000 પાઉન્ડથી વધુ વજનના આ ટ્રકો ચલાવવા માટે યોગ્ય તાલીમ, કૌશલ્ય અને અંગ્રેજી ભાષાની સમજ જરૂરી છે. જો ડ્રાઇવરને રોડ સાઇન વાંચતા કે અન્ય ટ્રકર્સની ચેતવણી સમજાતી ન હોય તો રસ્તા પરના દરેક વ્યક્તિનો જીવ સંકટમાં મુકાય છે. આ ટ્રકો દેશભરમાં ફરે છે, એટલે એક રાજ્યની ભૂલની કિંમત આખા દેશને ચૂકવવી પડે છે. જો રાજ્યો નિયમોનું પાલન નહીં કરે તો તેમનું તમામ ફેડરલ ટ્રાન્સપોર્ટેશન ફંડ રોકી દેવું જોઈએ.”
આ બિલમાં ટ્રાન્સપોર્ટ સચિવને વિશેષ સત્તા આપવાની જોગવાઈ છે કે જો રાજ્યો આ કાયદાનું પાલન ન કરે તો તેમના ફંડ ફ્રીઝ કરી શકાય અને ગેરકાયદેસર ડ્રાઇવરોને નોકરીએ રાખનારી ટ્રકિંગ કંપનીઓ પર દંડ પણ લગાવી શકાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રોડસાઇડ અંગ્રેજી કૌશલ્ય પરીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી, જેના કારણે 7,000થી વધુ વિદેશી ટ્રક ડ્રાઇવરો કામથી બેકાર થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login