ADVERTISEMENT

ADVERTISEMENT

મંદિરોની બહાર વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે ખાલિસ્તાની સંગઠનો, હિંદુ સમૂહોની કડક નિંદા

સંગઠનોએ સંભવિત ગરબડ પર ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓને ધાર્મિક સ્થળો તેમજ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી.

SFJ જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુન / IANS

વિશ્વભરમાં હિંદુ સમર્થક અનેક સંગઠનોએ શુક્રવારે ખાલિસ્તાની કટ્ટરપંથી જૂથ સિંહ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા કેનેડામાં હિંદુ મંદિરોની બહાર વિરોધ પ્રદર્શન કરવાના આહ્વાનની કડક નિંદા કરી છે. સંગઠનોએ સંભવિત અવ્યવસ્થા અને ગરબડ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓને ધાર્મિક સ્થળો તેમજ સમુદાયની સુરક્ષા પાક્કી કરવાની અપીલ કરી છે.

SFJએ હિંદુ કેનેડિયન ફાઉન્ડેશન (HCF)ના વિરોધમાં ૫ એપ્રિલના રોજ બ્રેમ્પ્ટનમાં ત્રિવેણી મંદિર અને સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરની સામે 'ખાલિસ્તાન ઝિંદાબાદ' રેલીઓની જાહેરાત કરી છે.

SFJના આ પ્લાનનો વિરોધ કરતાં હિંદુ સંગઠનોએ જણાવ્યું છે કે, ભારત સાથેની તેમની પ્રાચીન જડો અથવા સ્થાનિક સાંસ્કૃતિક ઓળખાને કારણે હિંદુ સમુદાયને નિશાન બનાવવું એ સ્પષ્ટપણે જેનોફોબિયા અને હિંદુફોબિયા છે.

સંગઠનોએ કેનેડિયન પોલીસને ૫ એપ્રિલના રોજ મંદિર પરિસર અને ભક્તો માટે આખો દિવસ સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. સાથે જ ખાલિસ્તાની કટ્ટરપંથી જૂથોના આયોજિત વિરોધને લઈને તેમણે જણાવ્યું કે આવા જૂથોનો હિંસક અને કટ્ટરપંથી વર્તનનો ઇતિહાસ છે.

આ દરમિયાન, કોલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (COHNA)એ પણ SFJ દ્વારા હિંદુ મંદિરોની બહાર વિરોધ કરવાની યોજનાની તીવ્ર આલોચના કરી છે. તેમણે આ કટ્ટરપંથી સંગઠનના હિંસાના અગાઉના રેકોર્ડ પર ચિંતા વ્યક્ત કરી છે. COHNAએ હિંદુ ભક્તો પર મધ્યયુગીન શૈલીના હુમલા અને ૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મંદિરો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો છે.

સંગઠને કહ્યું છે કે, જે હિંદુ ભક્તો પ્રાર્થના અને આધ્યાત્મિક જોડાણ માટે મંદિરોમાં જાય છે, તેઓને અવારનવાર મંદિરના ગેટ પર જોરદાર ગાળો-ગલૌજ અને અપશબ્દોવાળા પ્રદર્શનો સાથે હિંસક વાતાવરણ તેમજ આતંકવાદના મહિમામંડનનો સામનો કરવો પડે છે.

COHNAએ જણાવ્યું કે, "આ કંઈક અલગ નથી પરંતુ ધાર્મિક કટ્ટરતા અને લક્ષિત અત્યાચાર છે, જેને 'વાણીની સ્વતંત્રતા' અને 'રાજકીય અભિવ્યક્તિ'ના નામે રજૂ કરવામાં આવે છે. એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે હિંદુ કેનેડિયન ફાઉન્ડેશનને પણ વાણીની સ્વતંત્રતા છે અને એક સંગઠનને ચૂપ કરાવવા માટે આખા સમુદાય સામે વિરોધની ધમકી આપવી એ કેનેડાના ન્યાય અને નિષ્પક્ષતાના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે."

COHNAએ પીલ રીજનલ પોલીસ દ્વારા બ્રેમ્પ્ટનમાં 'પબ્લિક ન્યુસન્સ ડેમોન્સ્ટ્રેશનથી પૂજા સ્થળોની સુરક્ષા' સંબંધિત બાય-લોને લાગુ કરવાના વચનનું સ્વાગત અને પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ત્રિવેણી મંદિરની આસપાસ ૧૦૦ મીટરનો સેફ્ટી ઝોન બનાવીને કેનેડિયન અધિકારીઓએ અંતે એ વાત સ્વીકારી છે કે વાણીના અધિકારમાં કોઈ જૂથને કોઈને શારીરિક કે માનસિક રીતે ઘેરી લેવાનો અધિકાર નથી.

સંગઠને સરેની પોલીસ અને અધિકારીઓને તાત્કાલિક ધ્યાન આપવા અને લક્ષ્મી નારાયણ મંદિર માટે પણ સમાન સુરક્ષા પગલાં અમલમાં મૂકવાની અપીલ કરી છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in