ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય મૂળની મહિલાએ અપંગતા ભેદભાવનો આરોપ મૂક્યો, યુકે હાઇકોર્ટમાં પહોંચ્યો કેસ

સંજુ પાલ છેલ્લા ૬ વર્ષથી એક્સેન્ચર સામેની લડત લડી રહ્યાં છે.

સંજુ પાલ / Sanju Pal via LinkedIn

યુનાઇટેડ કિંગડમમાં કામ કરતી ભારતીય મૂળની એક મહિલાએ એન્ડોમેટ્રિયોસિસને કારણે અપંગતા ભેદભાવના આરોપ હેઠળ પોતાની નોકરીમાંથી કાઢી મૂકવાના મામલે લંડનના હાઇકોર્ટ અપીલ ટ્રિબ્યુનલના દરવાજા ખટખટાવ્યા છે.

૨૦૧૯માં ૪૧ વર્ષીય સંજુ પાલને એક્સેન્ચર કંપનીએ નીચલી કામગીરીના આરોપસર નોકરીમાંથી કાઢી મૂક્યાં હતાં. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રમોશન માટે તૈયાર નહોતાં થયાં, જ્યારે તે સમયે તેઓ એન્ડોમેટ્રિયોસિસ રોગથી પીડાતાં હતાં.

એન્ડોમેટ્રિયોસિસ એક ક્રોનિક (લાંબા ગાળાનો) રોગ છે, જેમાં ગર્ભાશયની અંદરની જેમ જ ટીસ્યુ ગર્ભાશયની બહાર વધે છે, જેનાથી ગંભીર પેલ્વિક દુખાવો, વંધ્યત્વ અને સોજાની સમસ્યા થાય છે.

મે ૨૦૨૨માં એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે સંજુ પાલને કંપનીની પ્રક્રિયાગત ભૂલોને કારણે અન્યાયી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હોવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ આર્થિક નુકસાનીના વળતર તરીકે કોઈ રકમ આપવામાં આવી નહીં, કારણ કે યોગ્ય પ્રક્રિયા અપનાવી હોત તો પણ છૂટા કરવામાં આવ્યાં હોત તેવી શક્યતા હતી.

તેમના રોગનું નિદાન ૨૦૧૮માં થયું હતું, જ્યારે તેમણે અંડાશય પર મોટા સિસ્ટ દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. ફેઝ્ડ રિટર્ન ટુ વર્ક પૂર્ણ થયાના માત્ર ત્રણ મહિના પછી એક્સેન્ચરે સંજુ પાલની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

Comments

Related