// Automatically get the user's location when the page loads window.onload = function() { getLocation(); }; navigator.geolocation.getCurrentPosition(function(position) { // Success logic console.log("Latitude:", position.coords.latitude); console.log("Longitude:", position.coords.longitude); }); function getLocation() { if (navigator.geolocation) { navigator.geolocation.getCurrentPosition(function(position) { var lat = position.coords.latitude; var lon = position.coords.longitude; $.ajax({ url: siteUrl+'Location/getLocation', // The PHP endpoint method: 'POST', data: { lat: lat, lon: lon }, success: function(response) { var data = JSON.parse(response); console.log(data); } }); }); } }

ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય અમેરિકન સમુદાયે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરી

ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલે તમામ હાજર લોકોને ઝારખંડના પ્રવાસનને પ્રોત્સાહન આપવા તેમજ તેની સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવવા અપીલ કરી

BJANA ના ઝારખંડ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત લોકો / Handout:BJANA

ઉત્તર અમેરિકાના બિહાર ઝારખંડ એસોસિએશન (BJANA)એ ૧૫ નવેમ્બરના રોજ ન્યૂયોર્કમાં ઝારખંડ દિવસ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઝારખંડની સાંસ્કૃતિક વિરાસત, આદિવાસી વારસો અને ભગવાન બિરસા મુંડાના અમર યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સમુદાયના અગ્રણીઓ, યુવા કલાકારો તથા અન્ય સમર્થકોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત ઝારખંડની કુદરતી સુંદરતા દર્શાવતા વીડિયો, સાંસ્કૃતિક પ્રદર્શન અને મહેમાનોના સન્માન સાથે થઈ હતી.

કાર્યક્રમની સંચાલિકા સારિકા દુબેએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને ઝારખંડ દિવસ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીને પ્રેરણાદાયી બનાવી હતી. તેમણે ભગવાન બિરસા મુંડાના ઐતિહાસિક યોગદાન, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા તેમજ આદિવાસી ગૌરવ અને ઓળખ માટે તેમના કાયમી પ્રભાવને રેખાંકિત કર્યો હતો.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ બિનય શ્રીકાંત પ્રધાને હાજર લોકોને ઝારખંડમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા તેમજ જ્ઞાનની આપ-લે, નવીનતા અને સમુદાય આધારિત વિચારો દ્વારા ઝારખંડના વિકાસ તથા કલ્યાણ માટે કામ કરવા અપીલ કરી હતી. સાથે જ સામાજિક તેમજ પરમાર્થ કાર્યોને પણ સમર્થન આપવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે ભગવાન બિરસા મુંડા પર નાનકડી દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં આ પૌરાણિક આદિવાસી સ્વતંત્રતા સેનાનીના સાહસ, બલિદાન અને નેતૃત્વની પ્રશંસા કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક ભાગમાં “ઉલ્ગુલાન” નામનું થીમ આધારિત પ્રદર્શન રજૂ થયું, જે બિરસા મુંડાના જીવન અને વારસાને સમર્પિત હતું. ત્યારબાદ “ટ્રાઈબલ તરંગ” નામનો ઝારખંડના કરમા ઉત્સવની પરંપરા અને આનંદને ઝીલતો લોકનૃત્ય રજૂ કરાયું હતું.

BJANAના પ્રમુખ સંજીવ સિંહે કોન્સલ જનરલ બિનય પ્રધાન તથા ભારતીય કોન્સ્યુલેટનો આભાર માન્યો હતો અને ઝારખંડના સ્વતંત્રતા સેનાનીઓના પ્રયાસો તેમજ બિરસા મુંડાના વારસાને આવા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રજૂ કરવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

BJANAના ઉપપ્રમુખ પ્રીતિ કશ્યપે પણ તમામ સહભાગીઓનો આભાર માન્યો અને ઝારખંડની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખને રજૂ કરતાં પ્રદર્શનોની પ્રશંસા કરી હતી.

ઉજવણીના ભાગરૂપે છ જેટલા વિશિષ્ટ સમુદાય સભ્યોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને સમુદાય સેવા માટે સન્માનિત કરાયા હતા. શ્વેતા તેવારી, ડૉ. રમેશ પાંડે, અનિતા પાઠક, મુકેશ ઝા, ડૉ. સંજીવ શર્મા અને લખેન્દ્ર ડાંગીનું સન્માન કરવામાં આવ્યું હતું.

દીપેન બેનર્જીએ આભારવિધિ કરી અને સંસ્થા દ્વારા બિહાર તથા ઝારખંડની સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવા અને ઉત્તર અમેરિકામાં સમુદાયને મજબૂત  કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

Comments

Related