ADVERTISEMENT

ADVERTISEMENT

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા

રાષ્ટ્રીય અખંડતાના પણ શપથ લેવડાવ્યા / Raj Bhavan

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ; 26 નવેમ્બરના ઉપલક્ષ્યમાં ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય અખંડતાના પણ શપથ લેવડાવ્યા હતા.

રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદ્દભાવ અભિયાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, આ ઉજવણી અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની આઝાદી તથા અખંડતા જળવાઈ રહે એટલું જ નહીં, પરંતુ સુદ્રઢ થાય તે માટે સમર્પિત થઈને સેવારત રહેવાના શપથ લેવડાવ્યા હતા.

તા. 26 નવેમ્બર, બંધારણ દિવસ સંદર્ભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથનિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા અને નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમતાની પ્રાપ્તિ માટે તથા આ બધા સાથે વ્યક્તિની ગરીમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરતી ભાઈચારાની ભાવનાની અભિવૃદ્ધિ માટે સંકલ્પબદ્ધ રહેવાના શપથ લેવડાવ્યા હતા. 

રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર, સીજીએચ શ્રી અમિત જોશી સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા.

Comments

Related