ADVERTISEMENTs

ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ, યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન

નવરાત્રિના ગરબા હવે માત્ર ગુજરાત કે ભારતની જ શાન રહી નથી, પરંતુ વૈશ્વિક ઓળખ બની ચૂક્યાં છે, જેને યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)ની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે

Garbo of Gujarat / google

નવરાત્રિના ગરબા હવે માત્ર ગુજરાત કે ભારતની જ શાન રહી નથી, પરંતુ  વૈશ્વિક ઓળખ બની ચૂક્યાં છે, જેને યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)ની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. આ પહેલાં દેશના ૧૪ સાંસ્કૃતિક તત્વોને સ્થાન મળ્યું છે.

ગુજરાતમાં ગરબો એક મનોરંજન નહીં પણ માતાજીની ઉપાસના

ગુજરાતમાં ગરબો એક મનોરંજન નહીં પણ માતાજીની ઉપાસના, આદ્યશક્તિની આરાધના અને વર્ષોની પરંપરાનું પ્રતિક છે. ગુજરાતી ગરબા એ જાતિ, ભાષા અને બોલીના ભેદભાવથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતનો ગરબો એ દેશના સિમાડા વટાવી ચૂક્યો છે. ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રિ જે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ બની ગયો છે. કેન્દ્રિય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, “ગરબા, ઉજવણી, -ભક્તિ, લિંગ માવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતિક કરતી પરંપરા, ભૌગોલિક સિમાઓને ઓળંગે છે. આ યાદી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે.” યુનેસ્કો દ્વારા બોત્સવાનામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકારે બે વર્ષ પહેલાં ગરબા અંગેનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેશમાં અને વિદેશમાં વસતાં દરેક ગુજરાતીઓ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના ચાચર ચોકમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતની 14 નૃત્ય પરંપરાને સ્થાન મળેલું છે

યુનેસ્કોની યાદીમાં મણિપુરના સંકીર્તન, ઢોલ વગાડવું અને નૃત્ય, દુર્ગાપૂજા, કુંભમેળો, યોગા, નોવરોઝ, જંડિયાલા ગુરૂના થાથેરાઓમાં પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની કારીગરી અને લદ્દાખનું બૌદ્ધ નૃત્ય છે. આ ઉપરાંત કાલબેલિયા લોકગીતો, રાજસ્થાનના નૃત્યો, મુડીયેટ્ટુ, ધાર્મિક થિયેટર અને કેરળનું નૃત્ય નાટક, રામમન, વૈદિકજાપ, અર્ને રામલીલા એમ કુલ 14 તત્વો અંકિત થયેલા છે.

“ગરબો એ જીવન, એકતા અને આપણી ઉંડા મૂળ પરંપરાઓનો ઉત્સવ છે. અમૂર્ત હેરિટેજ લિસ્ટમાં તેનો સમાવેશ વિશ્વને ભારતીય સંસ્કૃતિની સુંદરતા દર્શાવે છે. આ સન્માન આપણને ભાવિ પેઢીઓ માટે આપણા વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે. વૈશ્વિક માન્યતા માટે અભિનંદન”

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

“ગરબા એ દેવી, નારીશક્તિની પૂજાનું એક અનન્ય સ્વરૂપ છે. યુનેસ્કોના ગ્લોબલ હેરિટેજમાં તેનો સમાવેશ ગુજરાત અન ભારત માટે ખરેખર ગર્વની ક્ષણ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ દ્વારા મળેલું સન્માન છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારનો આભાર માનું છું કે તેમણે વર્ષો જૂની વિરાસત અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઊજાગર કરવા પ્રયાસો કર્યા.”

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

ગ્લોબલ ગરબાનો ફાયદો કોને?

-              પ્રવાસન ક્ષેત્ર

-              હોટલ, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર

-              ગુજરાતી ફૂડ, આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ

-              ગરબાનું ડ્રેસિંગ

-              કલાકારોને તક

-              હેન્ડીક્રાફ્ટને વેગ

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video