ભારતીય પુરુષે ટોક્સિક ભારતીય કાર્ય સંસ્કૃતિ પર ચર્ચા જગાવી / Aman via Instagram
સિંગાપોરમાં રહેતા એક ભારતીય યુવાને ભારતીય વર્ક કલ્ચર અને વર્ક-લાઇફ બેલેન્સ અંગે ફરી એકવાર ચર્ચા છેડી છે. ઇન્સ્ટાગ્રામ યુઝર અમન નામના આ યુવાને ભારત અને સિંગાપોરની કામકાજની પદ્ધતિમાં રહેલા તફાવતને લોકો સમક્ષ મૂક્યો છે.
તેમણે જણાવ્યું કે, “ભારતમાં એક દિવસની રજા મેળવવા માટે આપણે ગોઠણ ઘસવું પડે છે; શુક્રવારની રજા મેળવવા માટે તો ઘરમાં કોઈ મોટી દુર્ઘટના બની હોય એવી બનાવટી વાત પણ કરવી પડે છે.” જ્યારે સિંગાપોરમાં તેઓ કહે છે કે, “અહીં હું પરવાનગી માંગતો નથી, માત્ર જાણ કરું છું – ‘લોગ ઑફ કરું છું, સોમવારે મળીશું’.”
તેમણે “ગ્રોથ કલ્ચર”ની વાત કરતાં કહ્યું કે, અહીં ફક્ત જાણ કરવાની હોય છે, પરવાનગી માંગવાની જરૂર નથી.
ભારતમાં વર્ક-લાઇફ બેલેન્સના અભાવનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “સાંજે ૬ વાગ્યા પછી મારો ફોન મારો છે, બોસનો નહીં. કોઈ અપરાધભાવ નહીં, કોઈ કૉલ નહીં – ફક્ત જીવન.”
અંતમાં ભારતીય દર્શકોને સીધો સંદેશ આપતાં તેમણે કહ્યું, “જો તમે આજે પણ રાત્રે ૮ વાગ્યે ઓફિસમાં બેઠા છો અને પોતાને મહેનતુ માનો છો, તો તમે મહેનતુ નથી – તમારું શોષણ થઈ રહ્યું છે.”
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login