15 મી ઓગસ્ટ ને લઈને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે. સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને સુરત શહેરમાં કરોડો તિરંગા ઓ નું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. વેપારીઓને કરોડો રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળી રહ્યા છે.
સુરત એ કાપડ માર્કેટનું સૌથી મોટું હબ છે. અને અહીં તમામ પ્રકારની વેરાઈટીઓ બનતી હોય છે. પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસ હોય રાષ્ટ્રધ્વજ ની ડિમાન્ડ વધી જતી હોય છે. આ વર્ષે સુરતમાં સ્વતંત્રતા દિવસને લઈને મોટી સંખ્યામાં તિરંગાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. કાપડ વેપારી પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે આ વર્ષે મને એક કરોડથી વધુ વિવિધ કદના રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળ્યા છે.
હું મોટાભાગે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોવા મળતા વિશાળકાય ધ્વજ બનાવુ છું.મારી કંપની ખાસ કરીને મોટા કદના ધ્વજ બનાવવામાં નિષ્ણાત છે. પરંતુ આ વર્ષે મેં નાના કદના એક કરોડથી વધુ રાષ્ટ્રધ્વજ બનાવ્યા છે
પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનને ધ્યાનમાં રાખીને અમે રાષ્ટ્રધ્વજ બનાવવાની શરૂઆત કરી છે. અગાઉ રાષ્ટ્રધ્વજ મુખ્યત્વે ચીનથી આયાત કરવામાં આવતા હતા, અને આજે પણ કેટલાક ધ્વજ ત્યાંથી આવી રહ્યા છે. પરંતુ સુરતમાં જે ધ્વજ બની રહ્યા છે તે 'મેડ ઇન ઇન્ડિયા' કાપડમાંથી બનાવવામાં આવે છે, જે તેમાં સાચી રાષ્ટ્રભાવના ઉમેરે છે. સૌથી મહત્વનું એ છે કે સ્વદેશી વસ્તુઓને મહત્વ આપવું તે અમારો મેઈન ઉદ્દેશ છે.અને લોકો સાચી દેશ ભાવના સાથે જોડાય.
પ્રવીણ ગુપ્તાને ગુજરાત, ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ના સહરાનપૂર અને એમ.પી તરફ થી ઓર્ડર મળ્યા છે.જેમાં યુ.પી માં 10 લાખ ધ્વજ,ઉત્તરાખંડ 15 લાખ ધ્વજ અને સુરત માંથી પણ 10 લાખ કરતાં વધુ ઓર્ડર મળ્યા છે. આ ઉપરાંત, દેશભરના હોલસેલર વેપારીઓએ પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યા છે. હાલમાં સૌથી વધુ માંગ નાની સાઈઝના તિરંગાની છે, જેમ કે 5x3 ઇંચ અને 20x30 ઇંચ. આ નાના ધ્વજ ભેટમાં આપવા, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવા, અને વાહનો તેમજ ઓફિસોમાં મૂકવા માટે લોકપ્રિય છે. જોકે, 20x30 ફીટ જેવા વિશાળ કદના ધ્વજ ની પણ ડિમાન્ડ છે..
બીજી તરફ આ વર્ષે પ્રવીણ ગુપ્તા દ્વારા પ્રેમ તિરંગાઓનું પણ 50000 કરતાં વધુનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.તિરંગાને વધુ યાદગાર બનાવવા માટે, કેટલાક ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે, જે તેને કાયમી યાદગીરી તરીકે સાચવી શકાય.આ પહેલ માત્ર સ્થાનિક ઉદ્યોગને વેગ આપી રહી નથી, પરંતુ 'મેડ ઇન ઇન્ડિયા'ના સંદેશને પણ મજબૂત બનાવી રહી છે. જે રીતે હર ઘર તિરંગા એ જ રીતે હર ટેબલ પર તિરંગા ને લઈને આ તિરંગા ફ્રેમ બનાવવામાં આવી છે.
ફોસ્ટાના ડિરેક્ટર કૈલાશ હકીમે કહ્યું કે, આ વર્ષે સુરતને લગભગ સાડા ત્રણ કરોડથી પણ વધુ તિરંગાના ઓર્ડર મળ્યા છે, જેના કારણે સો કરોડ રૂપિયાનો વેપાર થઈ શકે છે. સુરતમાં લગભગ 25 જેટલા મુખ્ય ઉદ્યોગપતિઓ છે, જેઓ માત્ર ઝંડા બનાવવા માટે જ જાણીતા છે
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login