ADVERTISEMENT

ADVERTISEMENT

કેલિફોર્નિયા DMVએ ઇમિગ્રન્ટ ટ્રક ડ્રાઇવરો માટે ઓનલાઈન સહાય ફોર્મ શરૂ કર્યું

DMVનું નવું ઓનલાઈન ફોર્મ અસરગ્રસ્ત ડ્રાઇવરોના પ્રશ્નોના સીધા જવાબ આપી તેમને ઉપલબ્ધ વિકલ્પો અને ઉકેલો અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપશે.

 પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર / Pexels

કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હીકલ્સ (DMV)એ એવા ઇમિગ્રન્ટ કોમર્શિયલ ડ્રાઇવરોને મદદરૂપ થવા માટે એક વિશેષ ઓનલાઈન સપોર્ટ ફોર્મ શરૂ કર્યું છે, જેમની નોન-ડોમિસાઇલ્ડ કોમર્શિયલ ડ્રાઇવર લાઇસન્સ (CDL) રોજગાર અધિકૃતતા દસ્તાવેજો (EAD) અને CDLની સમાપ્તિ તારીખોમાં તફાવત હોવાના કારણે રદ કરવામાં આવી હતી.

આ નવી સુવિધા ખાસ કરીને Doe v. Gordon કેસ હેઠળ આવરી લેવાયેલા પૂર્વ CDL ધારકો માટે તૈયાર કરવામાં આવી છે. તેના માધ્યમથી DMV નોન-ડોમિસાઇલ્ડ CDL અરજીઓ તેમજ ક્લાસ C ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત પ્રશ્નોના જવાબ અને જરૂરી સહાય પૂરી પાડશે.

ફોર્મમાં તાત્કાલિક (ટેમ્પરરી) અથવા ઇન્ટરિમ ક્લાસ C લાઇસન્સની મુદત વધારવા અથવા તેને કાયમી લાઇસન્સમાં રૂપાંતરિત કરવા માટેના વિકલ્પો પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ મુદ્દે લાંબા સમયથી લડત આપતી શીખ કોઅલિશને જણાવ્યું હતું કે, "ઇન્ટરિમ અથવા ટેમ્પરરી ક્લાસ C લાઇસન્સ ધરાવતા અને તેની મુદત વધારવામાં મુશ્કેલી અનુભવતા ડ્રાઇવરો હવે એક્સટેન્શન માટે અરજી કરી શકે છે અથવા સીધા કાયમી ક્લાસ C લાઇસન્સ માટે અરજી કરી શકે છે."

શીખ કોઅલિશનના જણાવ્યા અનુસાર, આ ફોર્મ નોન-ડોમિસાઇલ્ડ CDLની માન્યતા, કાયમી લાઇસન્સ માટેની ફી, નોન-ડોમિસાઇલ્ડ CDL ફરીથી જારી કરવાની સંભાવના (ખાસ કરીને માર્ચ 2026માં EAD સાથે અરજી કરનારાઓ માટે), તેમજ ઓળખ અને કાનૂની હાજરી સંબંધિત દસ્તાવેજોની સમસ્યાઓ અંગેના પ્રશ્નોને પણ આવરી લે છે.

DMVનું નવું ઓનલાઈન ફોર્મ વિભાગને દરેક અરજદાર સાથે સીધો સંપર્ક કરીને તેમની પરિસ્થિતિ અનુસાર માર્ગદર્શન અને ઉપલબ્ધ ઉકેલો અંગે માહિતી આપવા સક્ષમ બનાવશે.

શીખ કોઅલિશને અસરગ્રસ્ત ડ્રાઇવરોને આ ફોર્મ મારફતે પોતાના પ્રશ્નો રજૂ કરવા અપીલ કરી છે અને ફોર્મ ભરવામાં મદદની જરૂર હોય તો સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, Doe v. Gordon નામનો ક્લાસ એક્શન કેસ 2025ના અંતમાં શીખ કોઅલિશન, એશિયન લો કોકસ અને અન્ય સંગઠનો દ્વારા કેલિફોર્નિયા DMV અને તેના ડિરેક્ટર સામે દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં DMV દ્વારા હજારો નોન-ડોમિસાઇલ્ડ CDL રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.

ફરિયાદીઓનું કહેવું છે કે CDL અને EADની સમાપ્તિ તારીખોમાં તફાવતને આધારે કરવામાં આવેલી આ રદબાતલને કારણે અનેક ઇમિગ્રન્ટ ટ્રક ડ્રાઇવરોની રોજીરોટી પર ગંભીર અસર પડી છે.

ચાલુ કાનૂની કાર્યવાહી અને વહીવટી પ્રયાસો વચ્ચે DMVની આ નવી પહેલ અસરગ્રસ્ત ડ્રાઇવરો માટે મહત્વપૂર્ણ અને વ્યવહારુ રાહતરૂપ પગલું માનવામાં આવી રહી છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related