ADVERTISEMENT

ADVERTISEMENT

કેલગરી પોલીસે અપહરણ અને ખંડણી કેસમાં 4ની ધરપકડ કરી

કેલગરી પોલીસે દક્ષિણ એશિયાઈ પરિવારને નિશાન બનાવી કરવામાં આવેલા હિંસક અપહરણ અને ખંડણીના પ્રયાસ મામલે ચાર ભારતીય મૂળના લોકોની ધરપકડ કરી છે.

ગગનદીપ સિંહ / Calgary police

કેલગરી પોલીસના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એન્ડ ઓફેન્ડર મેનેજમેન્ટ વિભાગે 15 મેના રોજ જાહેરાત કરી હતી કે કેનેડાના એડમન્ટનમાં રહેતા દક્ષિણ એશિયાઈ પરિવારને નિશાન બનાવી કરવામાં આવેલા હિંસક અપહરણ અને ખંડણીના પ્રયાસ મામલે ચાર ભારતીય મૂળના પુરુષોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાંચમા આરોપીની શોધ ચાલી રહી છે.

24 વર્ષીય તરણવીર સિંહ, 25 વર્ષીય દક્ષ ગૌતમ, 18 વર્ષીય આકાશદીપ સિંહ અને 24 વર્ષીય પરદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 29 વર્ષીય ગગનદીપ સિંહની શોધ શરૂ કરી છે.

પોલીસ મુજબ, 6 મે 2026ના રોજ ચાર આરોપીઓએ એડમન્ટનમાં એક વ્યક્તિનું તેના નિવાસસ્થાનેથી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને મારપીટ કરી અને બંદૂકની અણીએ ધમકાવી કેલગરી લઈ જવાયો હતો.

આરોપીઓએ પછી પીડિતને તેના મિત્રના ઘરે લઈ ગયા હતા, જે ખંડણી માટેનું મુખ્ય નિશાન હોવાનું કહેવાય છે. તેમણે પીડિતને તેના મિત્રને બહાર બોલાવવા દબાણ કર્યું હતું. જ્યારે પીડિતે ઇનકાર કર્યો ત્યારે તેની ફરી મારપીટ કરવામાં આવી હતી.

પીડિતનો મિત્ર અને તેની પત્ની ઘર છોડીને જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમનો પીછો કર્યો અને બંદૂક બતાવી ધમકાવ્યા હતા. જેના કારણે દંપતી ફરી ઘરે પરત ફર્યું અને પોલીસે સંપર્ક કર્યો હતો.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે મેટિસ ટ્રેલ અને 104 એવન્યુ N.E. નજીક વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસને મૂળ અપહરણની જાણ નહોતી, તેથી શરૂઆતમાં પીડિતના મિત્ર અને તેની પત્નીની ફરિયાદના આધારે જ આરોપ મૂકવામાં આવ્યા હતા.

બાકી રહેલા બે આરોપીઓ પીડિતને ફરી એડમન્ટન લઈ ગયા અને બીજા દિવસે વહેલી સવારે તેને મુક્ત કર્યો હતો. ત્યારબાદ પીડિતે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો.

12 મેના રોજ CPS ટેક્ટિકલ ટીમની મદદથી પોલીસે માર્ટિન્ડેલ બુલેવાર્ડ N.E.ના 600 બ્લોક વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ખાનગી રીતે બનાવવામાં આવેલી એક ગન પણ જપ્ત કરવામાં આવી હતી.

હાલમાં ચારેય ધરપકડ કરાયેલા આરોપીઓ સામે બંદૂક સાથે અપહરણ, ગેરકાયદેસર રીતે બંધક બનાવવો, બંદૂક તાકવી, હથિયાર સાથે હુમલો અને મારપીટ સહિતના અનેક ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયા છે.

આ ઘટનાને લઈને CPS ક્રિમિનલ ઓપરેશન્સ એન્ડ ઇન્ટેલિજન્સ ડિવિઝનના સુપરિન્ટેન્ડન્ટ જેફ બેલે જણાવ્યું હતું કે, "કેલગરીમાં અત્યાર સુધી જોવા મળેલા ખંડણી સંબંધિત બનાવોમાં આ હિંસાનો ગંભીર વધારો દર્શાવે છે."

તેમણે આગળ કહ્યું, "આ શ્રેણી શરૂ થઈ ત્યારથી અમે દેશભરના પોલીસ ભાગીદારો સાથે નજીકથી માહિતી વહેંચી અને સંકલિત કાર્યવાહી કરી રહ્યા છીએ, જેના કારણે આ કેસમાં ઝડપથી ધરપકડ શક્ય બની."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in