ADVERTISEMENT

ADVERTISEMENT

મેરીલેન્ડ હત્યા કેસમાં ભારતીય આરોપી માટે 10 લાખ ડોલરનું ઇનામ જાહેર

એજન્સીએ ચેતવણી આપી છે કે આરોપી ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ હથિયારથી સજ્જ અને ખતરનાક હોઈ શકે છે.

ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ / FBI

FBIએ ફરાર ભારતીય નાગરિક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ (૩૪) વિશે માહિતી આપનારને આપવામાં આવતું ઇનામ ૨,૫૦,૦૦૦ ડોલરથી વધારીને 10 લાખ ડોલર કર્યું છે. આ જાહેરાત ૧૦ માર્ચે કરવામાં આવી હતી.

ગુજરાતના વિરમગામ તાલુકાના કંત્રોડી ગામના રહેવાસી ભદ્રેશકુમાર પટેલ પર તેમની ૨૧ વર્ષીય પત્નીની હત્યાનો આરોપ છે. આ ઘટના એક દાયકાથી વધુ સમય પહેલાં મેરીલેન્ડના હેનોવરમાં એક ડોનટ (ડફિન ડોનટ્સ)ની દુકાનમાં બની હતી.

તપાસ અધિકારીઓ અનુસાર, ૧૨ એપ્રિલ, ૨૦૧૫ની રાત્રે દંપતી નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યાં હતાં. ભદ્રેશકુમારે પત્નીને પાછળના રૂમમાં લઈ જઈને તીક્ષ્ણ હથિયારથી ઘણી વખત ઘા માર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં બંનેને દુકાનના પાછળના ભાગમાં જતાં જોવા મળ્યા હતા, પરંતુ પાલક પટેલ પછી ફરી જોવા મળ્યા ન હતા.

પાલક પટેલનું મોત થયું તેના કેટલાક કલાક બાદ ૧૩ એપ્રિલ, ૨૦૧૫ની સવારે ભદ્રેશકુમાર ન્યુઆર્ક પેન સ્ટેશન પર છેલ્લી વખત જોવા મળ્યા હતા.

૨૦૧૭માં એફબીઆઈની 'ટેન મોસ્ટ વોન્ટેડ ફ્યુજિટિવ્સ' યાદીમાં સામેલ કરાયેલા ભદ્રેશકુમાર પર હથિયારથી સજ્જ અને ખતરનાક હોવાની ચેતવણી આપવામાં આવી છે.

એફબીઆઈ બાલ્ટિમોરના સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ જિમ્મી પોલે જણાવ્યું હતું કે, "અમે આશા રાખીએ છીએ કે १० લાખ ડોલરનું આ ઇનામ ભદ્રેશકુમાર પટેલની શોધમાં વધુ ધ્યાન આકર્ષિત કરશે અને પાલક પટેલને ન્યાય મળે તે માટે જરૂરી ટિપ્સ મળશે. તેમની પત્નીની ક્રૂર હત્યા કરનાર આરોપીને પકડવા માટે આ વધારેલું ઇનામ એફબીઆઈની ટેન મોસ્ટ વોન્ટેડ યાદીના તમામ કેસોની ગંભીરતા દર્શાવે છે."

ભદ્રેશકુમાર પટેલ પર પ્રોસિક્યુશનથી બચવા માટે ગેરકાયદેસર રીતે ભાગી જવા, પ્રથમ ડિગ્રી હત્યા, બીજી ડિગ્રી હત્યા, પ્રથમ ડિગ્રી હુમલો, બીજી ડિગ્રી હુમલો તેમજ ઈજા પહોંચાડવાના ઇરાદાથી ખતરનાક હથિયારનો ઉપયોગ કરવાના આરોપો છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related