પ્રતીકાત્મક તસ્વીર / Pexels
એક ઉબર ડ્રાઇવર પરદીપે સિડનીની એક કાયદા સંસ્થાના પ્રિન્સિપલની નકલ કરીને તેના એક ક્લાયન્ટને છેતરીને ૨૦૦,૦૦૦થી વધુ ડોલર (લગભગ ૧.૭ કરોડ રૂપિયા) હડપી લીધા હતા. આ મામલે લિવરપૂલ લોકલ કોર્ટે તેને બે વર્ષની મહત્તમ જેલની સજા સંભળાવી છે.
કોર્ટે તેને છેતરપિંડીથી મિલકત હડપવાના અને ગુનાની કમાણી સાથે વ્યવહાર કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યો હતો. જજે આ અપરાધને “ગણતરીપૂર્વકની, છેતરામણી અને ગંભીર” છેતરપિંડી ગણાવી હતી, એમ સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલમાં જણાવાયું છે.
ઑક્ટોબર ૨૦૨૪માં એક હોમબાયરે સિડનીની રિયલ એસ્ટેટ કાયદા સંસ્થાનો સંપર્ક કર્યો અને તેના પ્રિન્સિપલ સાથે વાત કરી. ઑસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા પર રહેતા પરદીપે વિક્ટિમની વિગતો મેળવી, લગભગ સમાન ડોમેન નામ અને ઇમેઇલ એડ્રેસ બનાવ્યા, વકીલની નકલ કરી, નકલી કંપની અને બેંક એકાઉન્ટ ઊભું કર્યું અને વિક્ટિમને ઘણા અઠવાડિયા દરમિયાન કુલ ૨,૦૯,૮૭૪ ડોલર ટ્રાન્સફર કરાવ્યા.
ચુકવણી બાદ એક અઠવાડિયે વિક્ટિમે અસલ વકીલ સાથે વાત કરી અને છેતરપિંડીનો ભેદ ખુલ્યો. તપાસમાં ખબર પડી કે પૈસા ગાયબ થઈ ગયા હતા.
તપાસ અધિકારીઓએ છેતરપિંડીને પરદીપ સુધી ટ્રેસ કરી, પરંતુ માત્ર ૯૦૦ ડોલર જ પાછા મેળવી શક્યા.
પરદીપ સિડનીના પશ્ચિમ ભાગમાં ગ્રાનવિલમાં પોતાની પાર્ટનર સાથે રહેતો હતો અને ઑસ્ટ્રેલિયામાં તેનો કોઈ બીજો પરિવાર નહોતો. કોર્ટમાં જણાવાયું કે સજા પૂરી થયા બાદ તેને ઑસ્ટ્રેલિયામાંથી દેશનિકાલ કરવામાં આવશે તેવી સંભાવના વધુ છે.
તેને ૧,૦૦,૦૦૦ ડોલરની વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે, જે લોકલ કોર્ટમાં આદેશ આપી શકાય તેવી મહત્તમ રકમ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login