પ્રતીકાત્મક તસ્વીર / Pexels
સ્કૉટલેન્ડના ગ્લાસગોમાં હાઇકોર્ટે ભારતીય મૂળના ૪૭ વર્ષીય નૈજિલ પૉલને દુષ્કર્મના આરોપમાં સાત વર્ષ અને નવ મહિનાની કેદની સજા ફટકારી છે.
૨૦૧૮માં નૉર્થ લૅનાર્કશાયરમાં કેર હોમના મેનેજર તરીકે ફરજ બજાવતા પૉલે પોતાની એક મહિલા સહકર્મચારીને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપીને જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેમણે અન્ય બે યુવતીઓ પર પણ જાતીય હુમલો કર્યો હતો.
આરોપ નક્કી થયા બાદ પૉલ ૨૦૧૯માં પિતાની બીમારીનું કારણ આપીને ભારત ભાગી ગયા હતા અને કેરળના કોચીમાં છુપાઈ ગયા હતા. ફેબ્રુઆરી ૨૦૨૫માં તેમની ધરપકડ કરવામાં આવી અને એક્સટ્રાડિશન પ્રક્રિયા બાદ તેમને સ્કૉટલેન્ડ પરત લાવવામાં આવ્યા.
નૈજિલ પૉલે કોર્ટમાં પોતાના ગુનાઓ સ્વીકારી લીધા હતા. જેલની સજા ઉપરાંત, મુક્ત થયા બાદ તેમને વધુ બે વર્ષ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. તેમજ તેમનું નામ સેક્સ ઑફેન્ડર્સ રજિસ્ટરમાં નોંધાશે. આ ઉપરાંત તેમને પીડિતાઓની નજીક જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login