ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦રપના રોજ થાઇલેન્ડ–ઇન્ડિયા બિઝનેસ કનેકટ પાવર, ઓટોમોબાઇલ અને હોસ્પિટાલિટી સિનર્જીસ વિષે સેમિનાર યોજાયો હતો, જેમાં થાઇલેન્ડના બેંગકોક સ્થિત ગ્રેસ પ્રોડકટસ કંપની લિમિટેડના સીઇઓ અને ફાઉન્ડર સુશ્રી પૂર્ણાસુગંધા વિભુસનાપોર્નએ સુરતના ઉદ્યોગ સાહસિકોને થાઇલેન્ડમાં વિવિધ ક્ષેત્રે રહેલી વ્યાપાર – ઉદ્યોગની તકો વિષે જાણકારી આપી હતી.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ઇન્ડો થાઇ ચેમ્બરના પ્રેસિડેન્ટ શ્રી રોહિત મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ ભારત અને થાઇલેન્ડ વચ્ચે ઔદ્યોગિક સહકાર, રોકાણની તકો અને ટેકનોલોજીકલ ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો હતો. ચેમ્બર હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો મજબૂત કરવા માટે પ્રયત્નશીલ રહ્યું છે. આ પ્રકારના બિઝનેસ કનેકટ કાર્યક્રમો દ્વારા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નેટવર્કિંગ અને સહકારની તક મળે છે.
થાઇલેન્ડના બેંગકોક સ્થિત ગ્રેસ પ્રોડકટસ કંપની લિમિટેડના સીઇઓ અને ફાઉન્ડર સુશ્રી પૂર્ણાસુગંધા વિભુસનાપોર્નએ જણાવ્યું હતું કે, થાઇલેન્ડ અને ભારત વચ્ચે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ છે. ખાસ કરીને પાવર, ઓટોમોબાઇલ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણ અને ટેકનોલોજી એકસચેન્જ દ્વારા બંને દેશોના ઉદ્યોગો વધુ મજબૂત બની શકે છે.
ઇન્ડો થાઇ ચેમ્બરના મેનેજિંગ ડાયરેકટર શ્રી રાકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, થાઇલેન્ડના ઉદ્યોગપતિઓ ભારતના વિકસતા માર્કેટ, ખાસ કરીને ગુજરાતના મજબૂત ઔદ્યોગિક માળખા સાથે ભાગીદારી કરવા આતુર છે. સુરતની ઔદ્યોગિક ક્ષમતાઓ અને નવીનતા માટેની તત્પરતા વિદેશી રોકાણ માટે આદર્શ માહોલ પૂરું પાડે છે.
SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સુરતના એમએસએમઇ ઉદ્યોગો માટે થાઇલેન્ડ જેવા ઔદ્યોગિક રાષ્ટ્રો સાથે સહયોગના માર્ગ ખૂલવાથી સુરતથી એક્ષ્પોર્ટ વધારવાની અને નવી ટેકનોલોજી અપનાવવાની તકો વધશે.
ચેમ્બરની ગ્લોબલ કનેકટ કમિટીના ચેરમેન શ્રી દેવકિશન મંઘાણીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. આ સેમિનારમાં ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો, ટ્રેડ પ્રતિનિધિઓ તથા ચેમ્બરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login