ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતમાં એપલ વિરુદ્ધ એન્ટી-ટ્રસ્ટ કેસમાં કોર્ટનો આદેશ 'તપાસમાં સંપૂર્ણ સહકાર આપો'

દિલ્હી હાઈકોર્ટે 16 મેના રોજ વેબસાઈટ પર મૂકેલા આદેશમાં કહ્યું કે એપલે "સંપૂર્ણ સહકાર આપવો પડશે", જોકે કોર્ટએ સ્પર્ધા આયોગ (CCI)ને 15 જુલાઈ સુધી કોઈ અંતિમ નિર્ણય ન લેવા જણાવ્યું છે.

ફ્રાન્સના પેરિસમાં એક એપલ સ્ટોરમાં લોકો એપલના લોગો પાસેથી પસાર થઈ રહ્યા છે. / REUTERS/Abdul Saboor

ભારતીય કોર્ટએ iPhone એપ માર્કેટ સાથે જોડાયેલા એન્ટી-ટ્રસ્ટ કેસમાં એપલને તપાસ એજન્સીઓ સાથે "સંપૂર્ણ સહકાર" આપવા જણાવ્યું છે. સાથે જ કોર્ટએ અમેરિકન કંપનીની કેસને હાલ માટે સ્થગિત રાખવાની માંગ સ્વીકારી નથી.

દિલ્લી હાઈકોર્ટએ 16 મેના રોજ જાહેર કરેલા આદેશમાં કહ્યું હતું કે એપલ તપાસમાં સંપૂર્ણ સહકાર આપે. જોકે, કોર્ટે ભારતીય સ્પર્ધા આયોગ (CCI)ને 15 જુલાઈ સુધી આ મામલે કોઈ અંતિમ આદેશ ન આપવા સૂચના આપી છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, એપલે કોર્ટમાં દલીલ કરી હતી કે CCI પોતાની સત્તાની મર્યાદા પાર કરી રહ્યું છે. કંપનીએ આરોપ મૂક્યો હતો કે જ્યારે એન્ટી-ટ્રસ્ટ દંડ ગણતરી સંબંધિત કાયદાને પડકારતી તેની અરજી હજુ પેન્ડિંગ છે, ત્યારે CCI કંપનીને નાણાકીય માહિતી સબમિટ કરવા દબાણ કરી રહ્યું છે.

CCI લાંબા સમયથી એપલ પાસેથી નાણાકીય માહિતી માંગતું આવ્યું છે. 2024ની તપાસમાં આક્ષેપ થયો હતો કે એપલે પોતાના પ્રભુત્વનો દુરુપયોગ કર્યો હતો.

એપલે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને CCIની માંગણીઓનો વિરોધ કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેણે ભારતના એન્ટી-ટ્રસ્ટ દંડ ગણતરીના સમગ્ર કાયદાને પડકાર્યો છે, તેથી સ્પર્ધા આયોગે કાર્યવાહી રોકવી જોઈએ.

ભારતમાં ચાલી રહેલો આ કેસ વિશ્વભરમાં એપલ સામે ચાલી રહેલા અનેક એન્ટી-ટ્રસ્ટ કેસોમાંનો એક છે. ભારત એપલ માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે. Counterpoint Research અનુસાર, ભારતમાં iPhoneનો માર્કેટ શેર હવે 9% થયો છે, જ્યારે બે વર્ષ પહેલા તે માત્ર 4% હતો.

આ મામલે એપલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in