'ધ ઘોસ્ટ'ના નામથી આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટ ચલાવનારની ધરપકડ
November 2025 10 views 05 min 18 sec
ગુજરાતના સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ (Cyber Centre of Excellence) દ્વારા આજે વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ એ મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત 'સાયબર સ્લેવરી' (Cyber Slavery) સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે. નિલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. એટલું જ નહીં, આરોપી 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને 100થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



