PM મોદી ફરી ટેરિફ મુદ્દે નામ લીધા વગર બોલ્યા
September 2025 10 views 03 min 28 secPM મોદી આજે ગુજરાત મુલાકાતે છે. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા હતાં. અહીં ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કૂલ 1 લાખ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, જો વાસ્તવમાં કોઈ આપણું દુશ્મન હોય તો તે છે બીજા દેશો પર આપણી નિર્ભરતા, આ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. આપણે મળીને ભારતના દુશ્મનને હરાવવો પડશે. મારે આ વાત હંમેશા પુનરાવર્તિત કરવી છે. જેટલી બીજા દેશો પર નિર્ભરતા એટલી દેશની નિષ્ફળતા. બીજા પર આશ્રિત રહીશું તો આત્મસન્માન ઘવાશે.