ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન
October 2025 7 views 01 min 32 secઅરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ખેડા, અમદાવાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હાલમાં પાક લણવાનો સમય છે, ત્યારે જ કુદરતી આફત વરસતા ખેતરમાં રહેલા મગફળી, ડાંગરના પાથરા પાણીમાં ડૂબ્યાં છે. માવઠાંને પગલે ઘરતીપુત્રોને ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



