ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકો બાબતે હર્ષ સંઘવીનું નિવેદન
April 2025 30 views 01 min 37 secકાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં. આ હુમલાને લઈ આજે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે કોઇપણ પ્રકારના વિઝા લઇને પાકિસ્તાનીઓ આવ્યા હશે તે તમામ પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમયમર્યાદામાં દેશ છોડવો પડશે. એમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં.