મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતનું પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ
December 2025 1 views 02 min 42 secસુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતનું પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટ યાર્ડનું નિર્માણ પામેલી આ અત્યાધુનિક માર્કેટમાં 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા-લઇ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, અને કૃષિ જણસો સીધા વેપારીઓની દુકાનો પર જ ઉતારી શકાશે. પરંપરાગત, જૂની ઢબની માર્કેટમાં શાકભાજી, માલસામાન હંમેશા ગ્રાઉન્ડ પર જ હોય છે, જેમાં સમયનો વ્યય અને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. એટલે જ અમે એલિવેટેડ માર્કેટ યાર્ડનો કોન્સેપ્ટ વિચાર્યો હતો. આ માર્કેટમાં પ્રથમ માળે હાઈટેક 108 દુકાનો ઉપલબ્ધ છે, જેમાં વિશાળ સ્ટોરરૂમ, પીવાના પાણીની સુવિધા, શૌચાલય જેવી સુવિધાઓ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



