મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'એજન્ડા 2035'ની જાહેરાત કરી
August 2025 4 views 02 min 56 sec79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે (15મી ઓગસ્ટે) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં થઈ હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન'માં સહભાગી બનવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ આઝાદી માટે લડત આપનાર નામી-અનામી શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ નમન કર્યા હતા.