અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી
April 2025 27 views 01 min 39 secફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન તથા પોલીસ કમિશનરને એક અરજીના માધ્યમથી ફરિયાદમાં ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી.