સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, દુનિયા એ લીધી નોંધ
August 2025 3 views 03 min 18 secસ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરી પીપલોદના 'Y' જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને 2 કિ.મી.ની ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું. તિરંગા યાત્રાનો શુભારંભ ગગનભેદી શંખનાદથી કરવામાં આવ્યો હતો.