50 ગાડીના કાફલા સાથે 'સરદાર સન્માન યાત્રા'નો પ્રારંભ
September 2025 13 views 01 min 23 secસમ્માન યાત્રા માં અમેરિકા ,લંડન, હરિયાણા,પંજાબ,મધ્યપ્રદેશ,રાજસ્થાન તેમજ ગુજરાત ના તમામ જિલ્લાના સર્વ સમાજ ના આગેવાન યાત્રા માં જોડાયા છે. સ્વરાજ આશ્રમ ના પ્રમુખ ભીખાભાઇ સરદાર પટેલ ની સાથે નાનપણ માં જોયા હતા એવા નિરંજના બેન પણ હાજર રહ્યા હતા. આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તૃત્વને પ્રેરિત 'સરદાર સન્માન યાત્રા સોમનાથ સુધી 12દિવસમાં કુલ 1800 કિ.મી.,18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામ સાથે 40 નદીને આવરી લેશે.