દેશમાં પ્રથમવાર શ્રાવણ માસમાં શુક્લ યજુર્વેદ ઘન પાઠ પારાયણ
August 2025 847 views 02 min 27 secસુરતના છેવાડે હાંસોટ નજીક આવેલા ખરચ ગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અંતર્ગત આખો શ્રાવણ માસ દરરોજ શિવ રુદ્રાભિષેક સાથે પંચ કુંડમાં દરરોજના શતાયુ શ્રીફળ હોમીને અનોખી આહુતિ આપવામાં આવી રહી છે. એ રીતે મહિનાના કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞકુંડમાં હોમશે. આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ આપવાનો ઉપક્રમ તો છેલ્લા દસ વર્ષથી ચાલે જ છે અને આ વર્ષે પણ એ થશે. અને આ પવિત્ર દિવસોમાં શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યંદિન શાખાયા: પંચસંધિ યુક્ત ઘન પાઠ પારાયણનું આયોજન રાખવામાં આવ્યું છે. ૨૫ વૈદિક બ્રાહ્મણો દ્વારા આ પારાયણ ચાલી રહ્યા છે. આશ્રમના આચાર્ય બંધુબેલડી ભાવિનભાઈ અને મનનભાઈ પંડયાની નિશ્રામાં આ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યા છે.