માઁ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમામાં જોડાયા ગૃહમંત્રી હર્ષ સંઘવી
April 2025 16 views 02 min 05 secનર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે આવી રહ્યા છે. રેવાના તીરે મિની કુંભ મેળા જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ગતરાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પરિક્રમાનો લ્હાવો લઇ માઁ રેવા ના આશીર્વાદ મેળવ્યા હતા.