ગુજરાતીઓની સેવામાં હવે Dial 112
September 2025 936 views 02 min 51 secકાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, આજે ગુજરાતે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નક્શા પર પોતાનું સ્થાન દર્જ કરાવ્યું છે. અનેક પ્રકારના નંબરો, ટોલ ફ્રી નંબરોની માયાજાળમાંથી ગુજરાતની જનતા મુક્ત થઈ છે. પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, વુમન હેલ્પ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર માટે 1070, 1077 અનેક પ્રકારનો ગુંચવાડો લોકોને કન્ફ્યૂઝ કરતો હતો. આજે કોઇપણ પ્રકારની સુરક્ષા સથે જોડાયેલી સેવા જોઇતી હોય એક જ નંબર 112 ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી જોડે એ સેવાઓ ઉપલબ્ધ થઈ જાય.