65 વર્ષની વયે શરૂ કર્યો ‘કાચલી’ અથાણાં બનાવવાનો ગૃહઉદ્યોગ
November 2025 10 views 01 min 58 secસુરત શહેરમાં નાના વરાછા ચિકુવાડી સ્થિત સુર્ય કિરણ વિસ્તારમાં રહેતી 65 વર્ષની મુક્તાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની છે. તેમણે જીવનના ઉત્તરાર્ધમાં ગૃહઉદ્યોગ શરૂ કરીને માત્ર આત્મનિર્ભરતા હાંસલ કરી નથી, પરંતુ 15 જેટલી મહિલાઓને રોજગારની તક પૂરી પાડીને રોજીંદી કમાણીનો માર્ગ પણ ખુલ્લો કર્યો છે. મુક્તાબેન શાકભાજીની છાલને સુકવીને ‘કાચલી’ બનાવે છે અને તેમાં મસાલો ભરીને પૌષ્ટિક અથાણાં તૈયાર કરે છે. નાના ચિભડા, ભીંડા, મરચાં, ગુવારસિંગ, રીંગણ, ટામેટાં, બીટરૂટ સહિતના 15–20 જેટલા શાકભાજીમાંથી આ વિશેષ પ્રકારનાં અથાણાં તૈયાર થાય છે
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



