આ રમત વિનિપેગના જીવંત દક્ષિણ એશિયન સમુદાયને નૃત્ય અને ડ્રમવાદન પ્રદર્શન, સંગીત અને ભોજન દ્વારા પ્રકાશિત કરશે. / nhl.com/jets
વિનીપેગ જેટ્સ આઇસ હોકી ટીમ ૫ ડિસેમ્બરના રોજ બફેલો સેબર્સ સામેની મેચ દરમિયાન કેનેડા લાઇફ સેન્ટર ખાતે ચોથી વાર્ષિક દક્ષિણ એશિયન હેરિટેજ નાઇટનું આયોજન કરશે.
આ મેચમાં વિનીપેગના દક્ષિણ એશિયન સમુદાયની સંસ્કૃતિને દર્શાવતા નૃત્ય, સંગીત તેમજ ખાણીપીણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
ટીમે જણાવ્યું કે કાર્યક્રમમાં AVA જુનિયર ઓલ સ્ટાર્સ, ABA ભાંગડા ઓલ-સ્ટાર્સ અને WPAA ઢોલ પ્લેયર્સ દ્વારા નૃત્ય તથા ઢોલના પ્રદર્શન થશે. ડીજે સંજ તથા સ્થાનિક ડીજે હિરા, જનરલ બી અને KNISH સંગીત પૂરું પાડશે, જ્યારે યુવા ગાયિકા સિમર કૌર રાષ્ટ્રગીત ગાશે.
ઇન-ગેમ હોસ્ટિંગનીની જવાબદારી મીડિયા પર્સનાલિટી એમ્બર સલીમ અને કોમેડિયન તથા નિર્માતા નિક દુગ્ગલ સંભાળશે. કોન્કોર્સ પર ‘હેન્ના બાય અઝમા’ દ્વારા મહેંદીના ડિઝાઇન બનાવવામાં આવશે, અને મેપલ્સ કોલેજિયેટના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ડિજિટલ કન્ટેન્ટ રમત દરમિયાન દર્શાવવામાં આવશે.
કન્સેશન કાઉન્ટર્સ પર દક્ષિણ એશિયન વાનગીઓ જેવી કે પનીર મસાલા પુટિન, સમોસા ચાટ, બટર ચિકન નાન રોલ્સ, બટર પનીર પિઝા અને ચાટ જેટ ડોગ ઉપલબ્ધ રહેશે.
ઇન્ટરમિશન દરમિયાન NHL અને NHLPAના ફર્સ્ટ શિફ્ટ કાર્યક્રમના બાળ ખેલાડીઓ વચ્ચે સ્ક્રિમેજ મેચ યોજાશે. આ કાર્યક્રમ હોકીને નવા પરિવારો માટે સુલભ બનાવે છે અને તેમાં વિનીપેગના દક્ષિણ એશિયન સમુદાયના અનેક યુવા ખેલાડીઓ સામેલ છે.
ટીમ દ્વારા જારી કરાયેલા દક્ષિણ એશિયન હેરિટેજ જર્સી પર ખેલાડીઓની ઓટોગ્રાફ સાથે ૫ ડિસેમ્બરે સવારે ૯ થી રાત્રે ૯ સુધી ઓનલાઇન હરાજી થશે. હરાજીમાંથી મળેલી રકમ પંજાબી કોમ્યુનિટી હેલ્થ સર્વિસિસ મેનિટોબાને આપવામાં આવશે, જે દક્ષિણ એશિયન તેમજ અન્ય સમુદાયો માટે કામ કરે છે.
જેટ્સે જણાવ્યું કે દક્ષિણ એશિયન હેરિટેજ મર્ચન્ડાઇઝ જેટ્સ ગિયર તથા ટીમની ઓનલાઇન સ્ટોર દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. મેચની ટિકિટ ટીમની વેબસાઇટ પરથી મેળવી શકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login