ADVERTISEMENT

ADVERTISEMENT

ટ્રમ્પનો વોશિંગ્ટનના સંભવિત નવા મેયર પર નિશાન, ગોલ્ફ કોર્સ પ્રોજેક્ટની કરી જાહેરાત

ટ્રમ્પે નવા મેયરને 'કમ્યુનિસ્ટ' ગણાવ્યા, સાથે જ વોશિંગ્ટનમાં ગોલ્ફ કોર્સ સહિતના મોટા વિકાસ પ્રોજેક્ટોની જાહેરાત કરી.

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો) / Yonhap via IANS

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 28 જૂને વોશિંગ્ટનના સંભવિત નવા મેયર જેનેસ લૂઇસ જ્યોર્જ પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે તેમને "કમ્યુનિસ્ટ" ગણાવી દાવો કર્યો કે તેઓ દેશની રાજધાનીને બરબાદ કરી દેશે. બીજી તરફ તેમણે વોશિંગ્ટનમાં ગોલ્ફ કોર્સના પુનઃવિકાસ સહિતના ભવ્ય પ્રોજેક્ટોની પણ જાહેરાત કરી.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જણાવ્યું કે તેઓ જેનેસ લૂઇસ જ્યોર્જ સાથે મુલાકાત કરશે. જ્યોર્જે 23 જૂને ડેમોક્રેટિક પાર્ટીની મેયર પદની પ્રાથમિક ચૂંટણી જીતી હતી અને ડેમોક્રેટ્સના મજબૂત પ્રભાવ ધરાવતા વોશિંગ્ટનમાં નવેમ્બરની ચૂંટણી જીતવાની તેમની સંભાવના ખૂબ જ વધુ માનવામાં આવે છે.

ટ્રમ્પે દાવો કર્યો કે નેશનલ ગાર્ડની તૈનાતી બાદ તેમણે વોશિંગ્ટનને ફરીથી "સુરક્ષિત અને પ્રતિષ્ઠિત" શહેર બનાવ્યું છે અને હવે તેઓ તેને "કમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા લોકો" દ્વારા બરબાદ થવા નહીં દે.

તાજેતરના સમયમાં ટ્રમ્પ પોતાના રાજકીય વિરોધીઓ માટે વારંવાર "કમ્યુનિસ્ટ" શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે જેનેસ લૂઇસ જ્યોર્જ પોતાને કમ્યુનિસ્ટ નહીં પરંતુ "ડેમોક્રેટિક સોશિયલિસ્ટ" તરીકે ઓળખાવે છે.

ટ્રમ્પે બીજી પોસ્ટમાં વોશિંગ્ટરને વધુ સુંદર બનાવવાના પોતાના પ્રયાસોની પણ ચર્ચા કરી. તેમણે લિંકન મેમોરિયલ સામે આવેલા રિફ્લેક્ટિંગ પૂલના તળિયે "અમેરિકન ફ્લેગ બ્લૂ" રંગનું વિશેષ કોટિંગ કરાવ્યાનો દાવો કર્યો હતો. જોકે આ કોટિંગ હવે અનેક જગ્યાએથી ઊખડવા લાગ્યું છે અને પાણીમાં લીલ જોવા મળી રહી છે.

ટ્રમ્પે ફરી એકવાર આરોપ લગાવ્યો કે "કટ્ટર ડાબેરી તોડફોડ કરનારાઓ"એ પૂલને નુકસાન પહોંચાડ્યું છે. જોકે આ દાવાના સમર્થનમાં તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. નેશનલ પાર્ક સર્વિસે જણાવ્યું હતું કે તોડફોડના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે 4 જુલાઈના સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ રિફ્લેક્ટિંગ પૂલ ખાલી કરીને તેની મરામત કરવામાં આવશે.

આ ઉપરાંત ટ્રમ્પે પોટોમેક નદી પર આવેલા ઇસ્ટ પોટોમેક ગોલ્ફ લિંક્સના પુનઃવિકાસની યોજના પણ જાહેર કરી. તેમણે કહ્યું કે આ સ્થળને વિશ્વના શ્રેષ્ઠ ગોલ્ફ કોર્સમાં ફેરવવામાં આવશે અને ભવિષ્યમાં અહીં યુએસ ઓપન જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન પણ થઈ શકશે.

ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતથી તેઓ વોશિંગ્ટનની સ્થાપત્ય ઓળખ પર પોતાની છાપ છોડવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે વ્હાઇટ હાઉસના ઈસ્ટ વિંગને તોડીને વિશાળ બૉલરૂમ બનાવવાની યોજના શરૂ કરી છે તેમજ પોટોમેક નદીની પાર આર્લિંગ્ટન નેશનલ સેમેટરી નજીક એક વિશાળ સ્મારક કમાન બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?