ADVERTISEMENT

ADVERTISEMENT

આંતરિક શક્તિથી જ સાચી સફળતા મળે છે : Ex CEO સ્ટારબક્સ લક્ષ્મણ નરસિંહન

નરસિંહને કારકિર્દીના બદલાતા સ્વરૂપ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની વેગવાન અસર તેમજ ફ્રન્ટલાઇન અનુભવના મહત્વ પર ચર્ચા કરી

ફોટો (ડાબેથી જમણે): સ્ટારબક્સ અને રેકિટના ભૂતપૂર્વ સીઈઓ લક્ષ્મણનરસિંહન અને રિપલ, ઇન્ક.ના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન, SFSUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ક્રિસ લાર્સન / SFSU News

પૂર્વ સ્ટારબક્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) લક્ષ્મણ નરસિંહને લાંબા ગાળાની સફળતા માટે આંતરિક શક્તિ અને માનવીય જોડાણને સૌથી મહત્વનું ગણાવ્યું હતું.

સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીના લેમ ફેમિલી કોલેજ ઓફ બિઝનેસ દ્વારા આયોજિત ‘લેમ-લાર્સન ડિસ્ટિંગ્વિશ્ડ લેક્ચર સિરીઝ’માં બોલતાં તેમણે કહ્યું, “હું તમને વિનંતી કરીશ કે તમારામાં રહેલી આ આંતરિક શક્તિને શોધો. કારણ કે લાંબા ગાળે સફળતા નક્કી કરે છે એ તમારી અંદરની મજબૂતાઈ છે.”

રિપલના સહ-સ્થાપક અને કાર્યકારી ચેરમેન ક્રિસ લાર્સન સાથેની વાતચીતમાં નરસિંહને કારકિર્દીના બદલાતા સ્વરૂપ, કૃત્રિમ બુદ્ધિમત્તાની વધતી જતી અસર તેમજ ફ્રન્ટલાઇન (સીધા ગ્રાહક સંપર્કવાળા) કામના અનુભવના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

ભારતમાં જન્મેલા અને ઉછરેલા નરસિંહન પ્રથમ પેઢીના વિદ્યાર્થી તરીકે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. તેમણે કહ્યું, “એક વાત હું નિશ્ચિતપણે કહીશ : જો હું અમેરિકા સિવાય બીજે કોઈ દેશમાં ઉતર્યો હોત તો કદાચ આટલું આગળ વધી ન શક્યો હોત. મને આ સ્થાન અમેરિકાએ જ આપ્યું છે.”

કૃત્રિમ બુદ્ધિમત્તાના ઝડપી વિકાસ અંગે બોલતાં તેમણે જણાવ્યું કે પરંપરાગત કારકિર્દીના માર્ગો બદલાઈ રહ્યા છે. “આગામી સમયમાં અત્યંત બિનરેખીય (non-linear) કારકિર્દી જોવા મળશે... બિનપરંપરાગત લોકો બિનપરંપરાગત કૌશલ્યો શીખતા રહેશે અને સમયાંતરે પોતાને ફરીથી તૈયાર કરતા રહેવું પડશે.”

નરસિંહને સ્ટારબક્સના સીઈઓ બન્યા પછી પોતે ૩૮ જેટલા કેફેમાં છ મહિના સુધી ફ્રન્ટલાઇન કામ કર્યાનો અનુભવ પણ શેર કર્યો. “પહેલો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો કારણ કે મારી લેટે ભયાનક હતી અને સાથીઓએ કહ્યું, ‘આ તો બિલકુલ ખરાબ છે, ફરી બનાવો!’” તેમણે હસતાં હસતાં કહ્યું કે સાંજે તેઓ કર્મચારીઓની વાતો સાંભળતા અને તેમનો વિશ્વાસ જીતતા હતા.

“જો તમે માનવકેન્દ્રી અભિગમ અપનાવો, મોટા પાયે લોકો સાથે જોડાવાની કળા શીખો તો તમે તેમના હૃદય, મન અને હાથ – બધું જ જીતીી શકો છો,” તેમણે ઉમેર્યું.

વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું, “ખુશી અને સફળતાનો માર્ગ બીજા સાથે સરખામણી કરવામાં નથી. સફળતા મેળવવી હોય તો પોતાની સાથે જ સ્પર્ધા કરો.”

સ્ટારબક્સ પહેલાં નરસિંહન રેકિટ તથા પેપ્સિકોમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ ઓક્ટોબર ૨૦૨૨માં સ્ટારબક્સના વચગાળાના સીઈઓ બન્યા, એપ્રિલ ૨૦૨૩માં સ્થાયી સીઈઓ બન્યા અને ઓગસ્ટ ૨૦૨૪માં બોર્ડે તેમને હટાવી દીધા હતા.

તેઓ પુણેની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી, પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના લૉડર ઇન્સ્ટિટ્યૂટમાંથી આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં એમ.એ. તેમજ વ્હાર્ટન સ્કૂલમાંથી ફાઇનાન્સમાં એમબીએ ધરાવે છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video