ADVERTISEMENT

ADVERTISEMENT

નેરો ફેબ્રિકસમાં જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવા SGST કમિશ્નરને રજૂઆત કરાઈ.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે અમદાવાદ સ્થિત એસજીએસટીના મુખ્ય કમિશ્નર શ્રી સમીર વકીલ અને અધિક કમિશ્નર શ્રી મિલિન્દ કાવાત્કારને રૂબરૂ રજૂઆત કરી, બંને ઉચ્ચાધિકારીઓ તરફથી રજૂઆત સંદર્ભે હકારાત્મક અભિગમ જોવા મળ્યો.

ચેમ્બરના સીએ હાર્દીક શાહ SGST કમિશ્નર ને આવેદનપત્ર આપતા. / SGCCI

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન સીએ હાર્દીક શાહ, ચેમ્બરની નેરો ફેબ્રિકસ કમિટીના એડવાઇઝર શ્રી મનોજ સિંગાપુરી અને જરી કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્ર ઝડફિયા સહિતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ચેમ્બરના માધ્યમથી અમદાવાદ સ્થિત એસજીએસટીના મુખ્ય કમિશ્નર શ્રી સમીર વકીલ અને અધિક કમિશ્નર શ્રી મિલિન્દ કાવાત્કાર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સીજીએસટીના બંને ઉચ્ચાધિકારીઓ સાથે સુરત ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મુંઝવતા વિવિધ પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તદુપરાંત HSN 5808 નેરો ફેબ્રિકસમાં જીએસટી દર ૧ર ટકાથી ઘટાડી પ ટકા કરવા તેમજ HSN 56050020 આર્ટિફિશિયલ જરીમાં ઇન્વર્ટેડ ડયુટી રિફંડમાં મેટાલિક યાર્ન ઉપર પણ રિફંડ આપવા રજૂઆત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ દ્વારા એસજીએસટીના મુખ્ય કમિશ્નર શ્રી સમીર વકીલ અને અધિક કમિશ્નર શ્રી મિલિન્દ કાવાત્કારને કરવામાં આવેલી રજૂઆત અંગે બંને ઉચ્ચાધિકારીઓ તરફથી ખુબ હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો. બંને અધિકારીઓએ આખી રજૂઆતને ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી અને સબંધિત બાબતે તેઓ તરફથી યૌગ્ય રજૂઆત જીએસટી કમિટી સમક્ષ કરીશું તેમ જણાવ્યું હતું.

Comments

Related