ADVERTISEMENT

ADVERTISEMENT

ટેક્સાસ GOP અધ્યક્ષ અબ્રાહમ જ્યોર્જે કારમાં 'કિલ-સ્વિચ'ના ગોપનીયતા જોખમો વિશે ચેતવણી આપી

ટેક્સાસના પ્રમુખ રિપબ્લિકન કોંગ્રેસમેન્સ બ્રાન્ડન ગિલ અને ચિપ રોય સહિત અન્યોનો તેમને સમર્થન

અબ્રાહમ જ્યોર્જ / Abraham George

ટેક્સાસ રિપબ્લિકન પાર્ટીના સ્ટેટ ચેરમેન અબ્રાહમ જ્યોર્જે નવી કારોમાં ફેડરલ સરકારના 'કિલ-સ્વિચ' મેન્ડેટ વિરુદ્ધ રિપબ્લિકન પાર્ટીના અભિયાનને સમર્થન આપતાં ટેક્સાસવાસીઓને અમેરિકી કોંગ્રેસના તેમના પ્રતિનિધિઓને ફોન કરીને વિરોધ નોંધાવવા અપીલ કરી છે.

બાઇડન વહીવટકાર્તા દરમિયાન વર્ષ ૨૦૨૧માં માર્ગ અને પરિવહન સંબંધિત મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલના ભાગરૂપે HALT Drunk Driving Act પસાર થયો હતો. આ કાયદા હેઠળ નવી કારોમાં પાંચ વર્ષની અંદર નશામાં ડ્રાઇવિંગને રોકવાની અદ્યતન ટેક્નોલોજી ફરજિયાત રીતે ઇન્સ્ટોલ કરવાની જોગવાઈ છે. આ ટેક્નોલોજી વાહનને સ્વતંત્ર રીતે તપાસી શકે કે ડ્રાઇવર નશામાં છે કે નહીં અને તે મુજબ વાહનનું સંચાલન મર્યાદિત કરી શકે.

આ કાયદો હાઉસ અને સેનેટમાં પસાર થઈને કાયદો બન્યો હતો, પરંતુ હાલમાં તે અમલીકરણની દિશામાં અટવાયેલો છે કારણ કે નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) એ હજુ સુધી આ અંગેના નિયમો ઘડ્યા નથી અને પાંચ વર્ષની સમયમર્યાદા પણ વટાવી ગઈ છે.

ડેમોક્રેટ્સનું કહેવું છે કે આ મોનિટરિંગ અને 'કિલ-સ્વિચ'ની વ્યવસ્થા માત્ર સ્થાનિક રીતે કાર્ય કરશે અને તેમાં બહારથી કોઈ નિયંત્રણની જોગવાઈ નથી. જ્યારે રિપબ્લિકન્સની દલીલ છે કે આ જોગવાઈ સરકારને વાહનોના સંચાલન પર નિયંત્રણ મેળવવાની તક આપશે અને વોશિંગ્ટનને વાહનોને બહારથી રોકવાની ક્ષમતા પ્રદાન કરશે.

આ ચિંતાઓને વ્યક્ત કરતાં અબ્રાહમ જ્યોર્જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, "એક ફેડરલ મેન્ડેટ આગળ વધી રહ્યો છે જે તમારી વાહનમાં મોનિટરિંગ ટેક્નોલોજી મૂકી શકે છે અને વોશિંગ્ટનને તેના કરતાં વધુ નિયંત્રણ આપી શકે છે જે તેને ક્યારેય મળવું જોઈએ નહીં."



તેમણે આગળ કહ્યું, "મને લાગતું નથી કે આ ટેક્સાસમાં હોવું જોઈએ અને મને ખાતરી છે કે તમને પણ નહીં લાગતું હોય."

અબ્રાહમ જ્યોર્જના આ વલણને ટેક્સાસના પ્રમુખ રિપબ્લિકન કોંગ્રેસમેન્સ બ્રાન્ડન ગિલ, ટ્રોય નેહલ્સ, ચિપ રોય અને રેન્ડી વેબર સહિત અન્યોનું સમર્થન છે.

ટેક્સાસવાસીઓને કાર્યવાહી કરવા અપીલ કરતાં જ્યોર્જે કહ્યું, "અમારી પાસે હજુ તેને રોકવાની તક છે, પરંતુ તે ત્યારે જ શક્ય બનશે જો ટેક્સાસવાસીઓ અવાજ ઉઠાવશે."

તેમણે ઉમેર્યું, "આ અત્યંત ગોપનીયતા ઉલ્લંઘન વિરુદ્ધ ઊભા રહેવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે. અમારી પાસે લડવાની તક છે, પરંતુ તે ત્યારે જ કામ કરશે જો તમે ફોન કરશો."

હાલના કાયદા અનુસાર આ 'કિલ-સ્વિચ' વ્યવસ્થા પેસિવ (નિષ્ક્રિય) છે અને તે બહારના કોઈ ઉપકરણ સાથે સંપર્ક કરતી નથી, તેથી બહારથી નિયંત્રણની કોઈ જોગવાઈ નથી. 

તેમ છતાં રિપબ્લિકન્સનું કહેવું છે કે આધુનિક કારોમાં પહેલેથી જ કોમ્યુનિકેશન અને કનેક્ટિવિટીના ઉપકરણો હોય છે. તેથી પેસિવ 'કિલ-સ્વિચ'માંથી ભવિષ્યમાં અપગ્રેડ અથવા હેકિંગ દ્વારા રિમોટ ડિસેબલિંગની સંભાવના છે. આધુનિક કનેક્ટેડ કારો ઉત્પાદકોના સર્વર સાથે સંપર્કમાં રહે છે, જેનાથી ગોપનીયતા અને હેકિંગની ચિંતાઓ વધી છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in