ADVERTISEMENT

ADVERTISEMENT

હોમગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સીઝનની પેહલી મેચ હાર્યું.

પ્રીતિ ઝીંટાની પંજાબ કિંગ્સની સામે રસાકસી ભરી મેચમાં ગુજરાતની હાર.

મેચ જીત્યા બાદ સાથી ખેલાડીઓ એ શશાંકને ઊંચકી લીધો હતો / IPLt20.com

આજે અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી મેચમાં પ્રીતિ ઝીંટાની ટિમ પંજાબ કિંગ્સે યજમાન ટિમ ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ગુજરાત હોમ ગ્રાઉન્ડ પર સીઝનની પ્રથમ મેચ હાર્યું છે.

પંજાબ તરફથી કપ્તાન શિખર ધવને ટોસ જીતીને યજમાન ટીમને બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમના કપ્તાન શુભમન ગીલે 48 બોલમાં 89 રરનની ધમાકેદાર ઇનિંગ રમીને ગુજરાતને એક સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. GT તરફથી સાઈ સુદર્શને 33 રણ બનાવ્યા હતા. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 199 રન બનાવ્યા હતા. જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી પંજાબની ટીમે એક બોલ બાકી રાખી ને 200 રણ બનાવી ને મેચ જીતી લીધી હતી.

રસાકસી ભરેલી આ મેચમાં શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ તેમજ આશુતોષ શર્માએ અંતિમ ઓવરોમાં 17 બોલમાં 31 રન બનાવીને પંજાબને જીત અપાવી હતી. પંજાબ તરફથી કગીસૉ રબાડા એ બે વીકે ઝડપી હતી જયારે હર્ષલ પટેલ અને હરપ્રીત બ્રારને 1-1 વિકેટ મળી હતી. તો ગુજરાત તરફથી નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.

આ રોમાંચક મેચ છેલ્લા બોલ સુધી ગઈ હતી. 19 મી ઓવરમાં મોહિત શર્મા ને 2 સિક્સર પડતા જ આખી બાજી પલટાઈ ગઈ હતી. 20મી ઓવરમાં પંજાબને જીતવા માટે 6 બોલમાં 7 રનની જરૂર હતી. છેલ્લી ઓવરના પહેલા બોલ પર વિકેટ ગુમાવ્યા બાદ પણ પંજાબે 3 વિકેટે મેચ જીતી લીધી હતી. ટીમને જીતવા માટે છેલ્લા બોલ પર એક રન બનાવવાનો હતો, પરંતુ દર્શન નલકાંડેએ બાય રન આપ્યો અને પંજાબની ટીમ મેચ જીતી ગઈ.

Comments

Related