ADVERTISEMENT

ADVERTISEMENT

રો ખન્નાએ કાયદાકીય અને રાજકીય શાખાઓમાં સુધારાઓનો ઠરાવ કર્યો રજૂ

મૂળ ભારતીય એવા અમેરિકન કોંગ્રેસના રો ખન્નાએ યુ.એસ.ની ન્યાયિક અને કાયદાકીય શાખાઓમાં નોંધપાત્ર રાજકીય સુધારાને અમલમાં મૂકવા માટે એક વ્યાપક રોડમેપની રૂપરેખા આપતો ઠરાવ રજૂ કર્યો છે.

RO Khanna / Google

અમેરિકન કોંગ્રેસના રો ખન્ના

મૂળ ભારતીય એવા અમેરિકન કોંગ્રેસના રો ખન્નાએ યુ.એસ.ની ન્યાયિક અને કાયદાકીય શાખાઓમાં નોંધપાત્ર રાજકીય સુધારાને અમલમાં મૂકવા માટે એક વ્યાપક રોડમેપની રૂપરેખા આપતો ઠરાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, "સરકાર પરનો વિશ્વાસ દાયકાઓથી ઘટી રહ્યો છે, અને કોંગ્રેસે તેને પુનઃનિર્માણ કરવા તાકીદે કામ કરવું જોઈએ. આપણી રાજકીય વ્યવસ્થા વેચાણ માટે ન હોવી જોઈએ. રાજકીય સુધારામાં માનવામાં આવે છે કે, આ સમસ્યાઓના નક્કર કાયદાકીય ઉકેલો છે અને આપણે ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા વ્યાપક સુધારણા યોજનાના ભાગ રૂપે તેમને આગળ વધારવા જોઈએ"

વધુમાં પ્રતિનિધિ ખન્નાએ જણાવ્યુ હતું કે, ભૂતપૂર્વ સભ્યોની નોંધપાત્ર સંખ્યા નૈતિક રીતે શંકાસ્પદ રીતે નફો કરતી હોવાથી, તેમના કોંગ્રેસના કાર્યકાળ પછી પણ તેની અસર હજુ કોંગ્રેસ કાર્યાલયની પરે ફેલાયેલી છે. 2019માં વિદાય લેનારા અડધાથી વધુ સાંસદોએ તેમના કેપિટોલ હિલ કનેક્શનનો લાભ ઉઠાવીને અને લોબિંગ ઉદ્યોગમાં આકર્ષક હોદ્દા મેળવીને પ્રભાવ જાળવી રાખ્યો હતો.ખન્નાએ સુપ્રીમ કોર્ટના સુધારા પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું કે, ચાલુ તપાસ દરમિયાન અધૂરા નાણાકીય ખુલાસાઓ દાખલ કરવા અને મોટા મોટા ઉપહારોના સ્વીકાર અને સાથે જ કર્મચારીઓ સાથે દુર્વ્યવહારના મામલાઓ પણ સામે આવ્યા છે. 

વ્યક્તિગત સ્ટોકહોલ્ડિંગ અને વેપારમાં સામેલ થવા પર પ્રતિબંધની હિમાયત

રાજકીય સુધારણા ઠરાવમાં કોંગ્રેસના સભ્યો માટે 12-વર્ષની મુદ્દત મર્યાદાનો અમલ કરવા સહિત અનેક મુખ્ય દરખાસ્તોની રૂપરેખા આપવામાં આવી છે. તે કોંગ્રેસના સભ્યો પર તેમના કાર્યકાળ દરમિયાન વ્યક્તિગત સ્ટોકહોલ્ડિંગ અને વેપારમાં સામેલ થવા પર પ્રતિબંધની હિમાયત કરે છે. વધુમાં, ઠરાવમાં કોંગ્રેસના સભ્યો અને કોંગ્રેસના ઉમેદવારો પર રાજકીય કાર્ય સમિતિઓ અને લોબીસ્ટ્સ પાસેથી યોગદાન સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવાની સાથે જ કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્યો માટે લોબિંગ કરવા પર આજીવન પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.

આ ઠરાવ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ માટે નીતિશાસ્ત્રની જરૂરિયાત પર ભાર મૂકે છે. વધુમાં, તે 18-વર્ષની મુદતની મર્યાદા અને ભાવિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે નિયમિત નિમણૂક પ્રક્રિયાની સ્થાપના કરવાનું પણ સૂચન કરે છે, જેમાં નવા ન્યાયાધીશોનો ઉમેરો અને દર બે વર્ષે બીજા ન્યાયાધીશોનું બદલી જરૂરી છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video