ADVERTISEMENTs

નેશનલ એવોર્ડ્સ ફોર સર્વિસ ડિલિવરી: બે સભ્યોની ટીમ પલસાણા ગ્રામ પંચાયતની મુલાકાતે.

પલસાણા ગ્રામ પંચાયતમાં સર્વે કામગીરીના આધારે 'નેશનલ એવોર્ડ ફોર સર્વિસ ડિલિવરી' માટે અંતિમ ૬ માંથી કોઈ એક ગ્રામ પંચાયતની પસંદગી થશે

દિલ્હીથી બે સભ્યોથી ટીમ પલસાણા આવી પહોંચી / માહિતી વિભાગ, ગુજરાત.

નેશનલ એવોર્ડ્સ ફોર સર્વિસ ડિલિવરી (નેશનલ એવોર્ડ ફોર ઇ-ગવર્નન્સ) માટે સમગ્ર દેશમાં સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયત અંતિમ ૬ માં ક્વોલિફાય થતાં દિલ્હીથી બે સભ્યોથી ટીમ પલસાણા આવી પહોંચી છે. સ્થાનિક અધિકારીઓ સાથે આ ટીમ દ્વારા બે દિવસ દરમ્યાન પલસાણા ગ્રામ પંચાયતમાં સર્વે કામગીરી હાથ ધરાઈ છે, જેના આધારે એવોર્ડ માટે અંતિમ ૬ માંથી કોઈ એક ગ્રામ પંચાયતની પસંદગી થશે.

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સિસ (DARPG) દ્વારા આ વર્ષે ઇ-ગવર્નન્સ (NaaEG) માટે નેશનલ એવોર્ડ્સ ફોર સર્વિસ ડિલિવરીની સ્થાપના કરવામાં આવી છે. આ એવોર્ડ્સનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતો અથવા સમકક્ષ પરંપરાગત સ્થાનિક સંસ્થાઓને ઇ-ગવર્નન્સ પહેલ/પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના અમલીકરણ માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને કારણે સેવા વિતરણમાં દર્શાવેલી ઉત્કૃષ્ટતાને ઓળખવાનો છે. પંચાયતી રાજ મંત્રાલય (MoPR) આ એવોર્ડ માટે પંચાયતી રાજ સંસ્થાઓને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે.     

મંત્રાલયને ૨૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગ્રામ પંચાયતો તરફથી એવોર્ડ પ્રશ્નાવલીના ૧.૪૪ લાખથી વધુ પ્રતિભાવો પ્રાપ્ત થયા છે. કડક ત્રણ-સ્તરની મૂલ્યાંકન પ્રક્રિયા - બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે ચકાસણીને આવરી લીધા પછી - ૧૯ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ ૧૯ ગ્રામ પંચાયતોને રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. નેશનલ પંચાયત પરફોર્મન્સ એસેસમેન્ટ કમિટીએ આ ૧૯ નોમિનેશનનું મૂલ્યાંકન કર્યું હતું અને ૬ ગ્રામ પંચાયતો હવે અંતિમ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. 

કેન્દ્ર સરકારના અન્ડર સેક્રેટરી સ્તરના અધિકારીઓની બે સભ્યોની ટીમ દ્વારા સ્થળ અભ્યાસ/પ્રોજેક્ટ ચકાસણી હાથ ધરવા માટે પલસાણા આવી પહોંચી હતી. જેમાં કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેકનૉલોજિ ડિપાર્ટમેન્ટમાંથી અંડર સેક્રેટરી રંગનાથ ઉપાધ્યાય અને રૂરલ ડેવલપમેન્ટ વિભાગમાંથી અંડર સેક્રેટરી વિનોદ સામંતનો સમાવેશ થાય છે. બે દિવસ દરમ્યાન આ ટીમ ઇ-ગવર્નન્સ પહેલના અમલીકરણ અને પહેલ/પ્રોજેક્ટ અથવા કાર્યક્રમના અમલીકરણ માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીના પ્રભાવને જોશે. અંતિમ પસંદગી માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેશભરની ૬ ગ્રામ પંચાયતોમાંથી એકની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવશે. આ  માટે પલસાણા ગ્રામ પંચાયત દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

//