ADVERTISEMENT

ADVERTISEMENT

નલિન હેલેએ રામાસ્વામીની શિક્ષણ યોજનાને ‘ત્રીજા વિશ્વની’ ગણાવી ઝાટકી

ઇમિગ્રેશન અને રાષ્ટ્રીય ઓળખને લઈને વિવાદાસ્પદ નિવેદનોની શ્રેણી વચ્ચે હેલીનો પ્રહાર

નલિન હેલી, વિવેક રામાસ્વામી / File Photo

નલિન હેલે, જેઓ પૂર્વ યુએન રાજદૂત નિક્કી હેલીના પુત્ર છે, તેમણે રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીને ‘ક્રીપ’ કહીને આકરા શબ્દોમાં ટીકા કરી છે અને તેમની શિક્ષણ સુધારણાની દરખાસ્તને ‘ત્રીજા વિશ્વની પેરેન્ટિંગ શૈલી’ ગણાવી છે.

રામાસ્વામીએ એક વીડિયોમાં બાળસંભાળના ખર્ચને ઘટાડવા વર્ષભર શાળા ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેની પ્રતિક્રિયા આપતાં નલિન હેલેએ લખ્યું કે, “આ વ્યક્તિને કોઈ પણ બાળકની નજીક ન આવવું જોઈએ અને અમે અમેરિકન બાળકો પર તેની ત્રીજા વિશ્વની પેરેન્ટિંગ શૈલી થોપવાની બિલકુલ પરવાનગી નહીં આપીએ.”

એ જ પોસ્ટમાં નલિન હેલેએ રામાસ્વામીના 2022ના એક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રામાસ્વામીએ ફ્લોરિડાના પેરેન્ટલ રાઇટ્સ ઇન એજ્યુકેશન એક્ટ માટે “વેઇટ અન્ટિલ 8” (આઠ વર્ષ સુધી રાહ જુઓ) જેવો રાઇમ આધારિત સૂત્ર સૂચવ્યું હતું. 

નલિન હેલેએ તેને “આઠ વર્ષના બાળકોને સેક્સ વિશે શીખવવા માંગે છે” તરીકે રજૂ કર્યું અને ઉનાળામાં પણ શાળા ચાલુ રાખવાના પ્રસ્તાવની પણ ટીકા કરી.

રામાસ્વામીની શિક્ષણ સુધારણા યોજના

2026માં ઓહાયો ગવર્નર પદ માટે ઉમેદવારી કરી રહેલા વિવેક રામાસ્વામીએ રાજ્યની જાહેર શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારા સૂચવ્યા છે. 

તેમની યોજનામાં વર્ષભર શૈક્ષણિક કેલેન્ડર, શાળાના વધારાના કલાકો, ત્રીજા ધોરણની વાંચન ગેરંટી પુનઃસ્થાપિત કરવી, ફોનિક્સ આધારિત શિક્ષણનો વિસ્તાર, શિક્ષકોના પગારને પર્ફોર્મન્સ સાથે જોડવું અને સ્કૂલ ચોઇસ વિકલ્પો વધારવા જેવા મુદ્દાઓ સામેલ છે. તેમનું કહેવું છે કે અમેરિકન વિદ્યાર્થીઓમાં વાંચન અને ગણિતની ઘટતી ક્ષમતાને આ સુધારા રોકશે.

પેરેન્ટલ રાઇટ્સ ઇન એજ્યુકેશન એક્ટ અંગેના તેમના જૂના નિવેદનો માત્ર કાયદાના બ્રાન્ડિંગ અને “ડોન્ટ સે ગે” જેવા વિવાદાસ્પદ લેબલ પર કેન્દ્રિત હતા. રાજ્ય સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો માત્ર ઔપચારિક શિક્ષણને મર્યાદિત કરે છે, સામાન્ય ચર્ચાને નહીં.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video