ADVERTISEMENT

ADVERTISEMENT

કપિલ શર્માએ કેનેડાના કેફે પરના ગોળીબાર અંગે પ્રથમ વખત મૌન તોડ્યું

તેમણે કહ્યું કે દરેક ઘટના બાદ પણ કેફેમાં ગ્રાહકોની ભીડ યથાવત્ રહી અને આશા વ્યક્ત કરી કે આવી હિંસા હવે પુનરાવર્તિત નહીં થાય.

કપિલ શર્મા & કેપ્સ કેફે / Instagram/@Kapil Sharma and @Kaps Cafe

પ્રખ્યાત ભારતીય હાસ્ય કલાકાર-અભિનેતા કપિલ શર્માએ કેનેડામાં આવેલા તેમના કેફે પર થયેલા વારંવારના ગોળીબારની ઘટનાઓ અંગે પ્રથમ વખત મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલો હવે ફેડરલ સ્તરે પહોંચી ગયો છે અને કાયદા-વ્યવસ્થા જાળવતી એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી રહી છે.

કપિલ શર્મા મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂં ૨’ના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે ફિલ્મના કાસ્ટ સાથે હાજર રહ્યા હતા, ત્યાં તેમણે આ ઘટના અંગે વાત કરી.

કપિલે પુષ્ટિ કરૂપે જણાવ્યું કે બ્રિટિશ કોલમ્બિયાના સરે શહેરમાં આવેલું તેમનું ‘કેપ્સ કેફે’ ત્રણ વખત નિશાન બન્યું છે. તેમના કહેવા મુજબ, આ વિસ્તારમાં અગાઉ પણ આવા ગોળીબાર થયા હતા, પરંતુ તેમના કેફે સાથે જોડાયેલી ઘટનાએ વધુ ગંભીરતાથી તપાસ અને સુધારાત્મક પગલાં લેવડાવ્યા છે.

તેમણે સંકેત આપ્યો કે પોલીસિંગમાં કેટલીક મર્યાદાઓને કારણે આવી ઘટનાઓનું પુનરાવર્તન થયું હતું, પરંતુ હવે સત્તાધિકારીઓ વધુ કડડ અને નિર્ણાયક પગલાં લઈ રહ્યા છે.

કપિલ શર્માએ ભારતની કાયદા-વ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કરતાં એક મહત્વનું નિવેદન આપ્યું: “મુંબઈ પોલીસ જેવી પોલીસ દુનિયામાં ક્યાંય નથી.”

તેમણે ઉમેર્યું કે દરેક ઘટના બાદ પણ કેફેમાં ગ્રાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી અને આવી હિંસક ઘટનાઓ હવે નહીં થાય તેવી આશા છે.

આ વર્ષની શરૂઆતમાં ખુલેલું ‘કેપ્સ કેફે’ પ્રથમ વખત જુલાઈમાં, પછી ઓગસ્ટમાં અને ત્રીજી વખત ઓક્ટોબરમાં ગોળીબારનો શિકાર બન્યું હતું. આ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા, જેના કારણે દક્ષિણ એશિયાઈ માલિકીના વેપારોની સુરક્ષા અંગે ચિંતા વધી હતી.

સરે પોલીસ સર્વિસે ત્રણેય હુમલાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે કોઈને ઈજા થઈ નથી, પરંતુ મિલકતને નોંધપાત્ર નુકસાન થયું છે.

આ ઘટનાઓની અસર ભારતમાં પણ જોવા મળી છે. ગત સપ્તાહે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે લુધિયાણાથી બંધુ માન સિંઘ સેખોનની ધરપકડ કરી હતી, જેને આ હુમલા પાછળના નેટવર્કનો મુખ્ય હેન્ડલર ગણાવવામાં આવે છે.

તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, સેખોન ગોલ્ડી ધિલ્લોન ગેંગ સાથે સંકળાયેલો છે અને તેણે શૂટર્સ માટે લોજિસ્ટિક્સનું સંકલન કર્યું હતું. ધરપકડ વેળાએ એક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. સીમાપાર જોડાણોની તપાસ ચાલુ છે અને કેનેડિયન એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video