સીજી બિનયા શ્રીકાંત પ્રધાન સાથે સેનેટર જેરેમી કુની / X
ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટર જેરેમી એ. કુનીના સહયોગથી અલ્બાનીમાં ભારત-અમેરિકા મિત્રતા, લોકશાહી અને બંને દેશોના સાંઝા મૂલ્યોને ઉજવતો કાર્યક્રમ યોજ્યો હતો.
કોન્સ્યુલ જનરલ બિનય શ્રીકાંત પ્રધાન સહિત ન્યૂયોર્ક સ્ટેટના સેનેટર જોન સી. લિયુ અને લુઇસ આર. સેપુલ્વેડા, એસેમ્બલીમેન કલમાન યેગર, એસેમ્બલીવુમન કરેન મેકમહોન, એસેમ્બલીમેન નાદેર સાયેઘ અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ માહિતી ભારતીય કોન્સ્યુલેટ જનરલ, ન્યૂયોર્કે X પર શેર કરેલી પોસ્ટમાં આપી હતી.
કોન્સ્યુલેટે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોને માન્યતા આપતો હતો અને તેમાં યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, સમુદાયના આગેવાનો, ભારતીય મૂળના લોકો તેમજ ભારતના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય કોન્સ્યુલેટે ન્યૂયોર્ક સ્ટેટ સેનેટમાં 15 ઓગસ્ટ, 2026ને "ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે" તરીકે જાહેર કરતો ઠરાવ રજૂ કરવા બદલ સેનેટર જેરેમી કુનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોન્સ્યુલેટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "15 ઓગસ્ટ, 2026ને ન્યૂયોર્ક સ્ટેટમાં ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ રજૂ કરવા બદલ સેનેટર જેરેમી કુનીનો હૃદયપૂર્વક આભાર."
નિવેદનમાં કેપિટલ રિજિયનના ભારતીય-અમેરિકન સમુદાયના લાંબા સમયથી સક્રિય સભ્ય મનોજ અજમેરાના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
કોન્સ્યુલેટે જણાવ્યું કે, "છ દાયકાથી વધુ સમયથી કેપિટલ રિજિયનના ભારતીય-અમેરિકન સમુદાય સાથે જોડાયેલા મનોજ અજમેરાના સતત યોગદાન અને સમર્થન બદલ વિશેષ આભાર."
આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોની હાજરી વચ્ચે ભારતીય રાજદ્વારી અધિકારીઓ અને ન્યૂયોર્ક રાજ્યના નેતાઓ વચ્ચે વધતા સંબંધોને પણ ઉજાગર કરવામાં આવ્યા હતા.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login